પિન્ક રોટી (Pink Roti Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#NRC
નાન એન્ડ રોટી રેસિપી ચેલેન્જ

Ragi flour
Finger Millet
દક્ષિણ ગુજરાત માં આ ધાન્ય નો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે.. ત્યાં નાગલી તરીકે ઓળખાય છે.સમયના અભાવે વનબંધુ ઓ રાગી નું પેજવું બનાવીને પીવે છે... એ જ નાસ્તો ગણો કે ભોજન...ઉકળતા પાણીમાં મીઠું અને આદુમરચા તેમજ રાગી નો લોટ ડોઈ ઉમેરી ને પીવાના ઉપયોગ માં લેવાય છે અને રાગીની રોટલી તેમજ રોટલા પાથરીને(પૂડા) બનાવવામાં આવે છે.મહારાષ્ટ્ર માં પણ નાચણી તરીકે પ્રખ્યાત છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યકિત
  1. 1 કપરાગી નો લોટ
  2. 1/2 કપઘઉં નો લોટ
  3. 1/4જેટલું હુંફાળું પાણી (luke warm)
  4. ચપટીમીઠું
  5. 1 ચમચીતેલ
  6. અટામણ માટે રાગી નો લોટ જરૂર મુજબ
  7. ઉપર લગાવવા ઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રાગી અને ઘઉં નો લોટ ચાળીને તૈયાર કરો...બન્ને લોટ મિક્ષ કરીને મીઠું ઉમેરો.. ઘઉં નો લોટ ઉમેરવાથી રોટલી સોફ્ટ થશે. હુંફાળા ગરમ પાણીથી રોટલી નો લોટ બાંધીને રાખો.

  2. 2

    લોટ ને 1 ચમચીતેલ લઈ કુણવી ને રોટલી માટેના લુવા પાડી લો. અટામણ લઈ પાતળી રોટલી વણી ને ફુલકા તૈયાર કરો.

  3. 3

    હવે બધા ફુલ્કા તૈયાર થાય એટલે ઘી લગાવી શાક અને સર્વ કરો... મે પિન્ક રોટી ને સર્વ કરી છે.
    Tip:- ઘઉં નો લોટ ઉમેરવાથી અને હુંફાળા ગરમ પાણીથી લોટ બાંધવાથી રોટલી નરમ અને સુંવાળી થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes