રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક જાડા તળિયાં વાળી પેન માં તેલ મુકી તેમાં શીંગદાણા અને સમારેલા સૂકા કોપરા ને સાંતડી લેવું.
- 2
ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર મીઠા લીમડાનાં પાન, મરચાં ની પેસ્ટ,લસણની પેસ્ટ, ખાંડ અને મીઠું નાખી મીક્સ કરી તેમાં તલ નાંખી મિક્સ કરવું.
- 3
ત્યારબાદ તેમાં જુવાર ની ધાણી ઉમેરવું. હવે બધું બરાબર મિક્સ કરી તેમાં શેકેલા પાપડ ના ટુકડા કરી ઉમેરવું. ગરમાગરમ સર્વ કરવું. આ ધાણી વરસાદ માં ખાવા ની ખુબ જ મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાલ જુવાર ની લસણ થી વઘારેલી ધાણી અને ધાણી ના લાડવા
#India2020#Lostreceipeચિપ્સ, મેગી, પાસ્તા જેવા નાસ્તા ની સામે આવા healthy નાસ્તા ઓ હવે બાળકો ભૂલી ગયા છે. અમે જ્યારે નાના હતા ત્યારે આ લાલ જુવાર ની ધાણી ને લસણ અને પાપડ નાખી વઘારી ને ખવાતી. તેમજ એમાં થી ગોળ અને ઘી નાખી લાડુ બનાવી ને ખવાતા.જેની nutritional વેલ્યુ ઘણી છે.અત્યાર ના સિરિયલસ આગળ આ ગોળ ધાણી ની વેલ્યુ વધારે છે.પણ આજ ની પેઢી આ healthy વસ્તુ ઓ ભૂલતી જાય છે.ચોમાસા માં આ લસણ વાળી ધાણી વઘારાતી હોય છે ત્યારે ખૂબ સરસ સુગંધ આવે છે. હવે તો આ લાલ જુવાર પણ ખૂબ ઓછી મળે છે.એની મીઠાસ સારી હોય છે. હોળી ના સમયે આ જુવાર ની ધાણી બજાર માં જોવા મળે છે.ત્યારે એને લઈ ને સ્ટોર કરી શકો. Kunti Naik -
જુવાર ની ધાણી
જુવાર ની ધાણી ને ખજુર સાથે ખાવા માં મજા આવે છે...તે માં ચણા, શેંગદાણા સાથે વધારેલ પણ સરસ લાગે છે... Harsha Gohil -
હોળી સ્પેશ્યલ વઘારેલી જુવાર ની ધાણી
ફાગણ સુદ પૂનમ એટલે હોળી. હોળી ના દિવસે સવારે બધા ધાણી , ચણા ને ખજૂર ખાય છે. હોળી પૂજ્યા પછી જ રાંધેલું ખાવાનું ખાય છે. Richa Shahpatel -
ધાણી નો ચેવડો (Dhani Chevdo Recipe In Gujarati)
આ એક બહુજ હેલ્થી નાસ્તો છે જેને ખાસ કરીને હોળી માં બનાવામાં આવે છે. માઈક્રોવેવ માં આ ચેવડો બહુ જ જલ્દી બની જાય છે.#HRમાઈક્રોવેવ માં ધાણી નો ચેવડો Bina Samir Telivala -
મસાલા જુવાર ધાણી(masala jowar Dhani recipe in Gujarati)
#HR હોળી નાં તહેવાર સાથે ની માન્યતાં કે જે સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે.પૂજા બાદ ખવાતી જુવાર ની ધાણી ખાંસી ની સમસ્યા માં ઘણી લાભ કરે છે.મસાલા ધાણી ઝટપટ બની જાય તેવી અને મસાલા ને લીધે સ્વાદ માં ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
-
-
જુવાર ની ધાણી નો ચેવડો
#DIWALI2021આમ તો આ જુવાર ની ધાણી નો ચેવડો હોળી વખતે તો બધા બનાવતા હોય છે પણ મારે ત્યાં નાસ્તા માં ઘણી વખત બને છે. ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
જુવાર ધાણી ચાટ
#ચાટ#પોસ્ટ -6 આ ધાણી સુરત મા આ રીતે હોળી ના દિવસે ખવાય છે એમાં સેવગાંઠીયા ભૂસું પણ ઉમેરી શકાય. શ્રીખંડ સેવ ખમણ અથવા કેરી ના રસ સાથે મઝા માણે છે સુરતીઓ 😀😍ચાહ સાથે અથવા થોડી થોડી ભૂખ મીટાડી શકે એવો નાશ્તો પણ કહી શકાય. Geeta Godhiwala -
જુવાર પાલક નો હાંડવો (Jowar Palak Handvo Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
-
-
વઘારેલી જુવાર ની ધાણી (Vaghareli Jowar Dhani Recipe In Gujarati)
# holi special#સીજનલ રેસીપી Saroj Shah -
જુવાર ની મસાલા ધાણી (Jowar Masala Dhani Recipe In Gujarati)
#holi#holispecial#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મસાલા જુવાર ધાણી (Masala Jowar Popcorn Recipe in Gujarati)
#HR#holispecial#CookpadIndia#cookpadgujarati મસાલા જુવાર ધાણી રેસીપી એ ટાઇમ પાસ કરવા માટેનો પરફેક્ટ નાસ્તો છે જ્યારે તમે ઇચ્છો ત્યારે ખાઈ શકો છો. તે ધાન્યના લોટમાં રહેલું ફાઇબરથી સમૃદ્ધ છે અને સંપૂર્ણ વેગન નાસ્તો છે. આ એક હોળી સ્પેશિયલ રેસીપી છે જે દરેક ઘરમાં લોકપ્રિય છે. તે ખૂબ જ સરળ વાનગી છે, અને જુવારના તમામ ફાયદાઓ સાથે સ્વાદિષ્ટ પણ છે. હોળીની ઉજવણી માટે આ મસાલા જુવાર ધાણી બનાવો અને મજા કરો. તમારા મહેમાનોને ગરમાગરમ મસાલા ચા સાથે મસાલા જુવાર ધાણી સર્વ કરો. Daxa Parmar -
જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati)
#HRC#Cookpadgujarati#હોળીસ્પેશયલ હોળી ના દિવસે જુવાર ની ધાણી, ખજૂર, મમરા અને ચણા ખાવાનું મહાત્મ્ય છે. હોળીના તહેવાર પર ધાણી મળે છે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ચેવડો બનાવ્યો છે. Bhavna Desai -
-
-
વઘારેલી જુવાર ની ધાણી
#હોળી સ્પેશીયલ હોળી ના ત્યોહાર આવે એટલે ઠેર ઠેર ધાણી ચણા ની દુકાનો જોવા મળતી હોય છે. કારણ કે સર્દી ,ગર્મી ની ભેગી ઋતુ મા આયુર્વેદિક અને વૈજ્ઞાનિક મત પ્રમાણે ધાણી ચણા સર્દી ,.ઉદરસ અને કફ ના શમન કરે છે સાથે ખેતરો મા નવા અનાજ આવે છે હોળી મા પ્રસાદ રુપે અર્પણ કરી ને આરોગે છે.માટે .ત્યોહાર ને વધાવવા મે ધાણી ને વઘારી છે સાથે હલ્દર વાલા ચણા લીધા છે . જે ખાવા થી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Saroj Shah -
વઘારેલી જુવાર ધાણી (Vaghareli Jowar Dhani Recipe In Gujarati)
#Cooksnapહોળીના તહેવારમાં આ ધાણી જોવા મળે છે. લાલ જુવારની આ ધાણી શેકેલા/તળેલા પાપડ અને લસણનો તડકો/વઘાર કરી બનતી આ ધાણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Urmi Desai -
-
વઘારેલી જુવાર ની ઘાણી (tempered popped sorghum)
#HRC#cookpad_gujarati#cookpadindiaહોળી - ધુળેટી નો તહેવાર ખૂબ ધામધૂમ થી ઉજવાય છે. હોળી ના દિવસે હોલિકા દહન કરવા માં આવે છે અને લોકો તેના દર્શન અને પૂજા કરે છે. સાંજે જ્યારે હોળી પ્રગટાવવામાં આવે ત્યારે તેમાં અન્ય પૂજા સામગ્રી સાથે જુવાર ની ધાણી પણ હોમવામાં આવે છે. આ રીતે જુવાર ની ધાણી નું હોળી ના તહેવાર માં મહત્વ છે. ધાણી ને વઘારી ને ખવાય છે. Deepa Rupani -
-
-
-
જુવાર ની ધાણી નો નવરત્ન ચેવડો
#HR#હોલી રેસીપી ચેલેન્જહોળી આવે ત્યારે મારી ઘરે આ જુવાર ની ધાણી નો ચેવડો બને જ છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને આ સિઝન માં કફ બધા ને થતો હોય છે એટલે જ ધાણી ખાવા નો મહિમા છે અને ધાણી થી કફ છૂટો પડે છે. Arpita Shah -
-
જુવાર ની વઘારેલી ધાણી (હોળી સ્પેશિયલ)
હોળી માં અમે જુવાર ની ધાણી ખાઈએ છીએ.બધા ની રીત અલગ અલગ હોય છે. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16847068
ટિપ્પણીઓ