મેથી ના થેપલા અને ગરમાણું

Prerna Desai
Prerna Desai @cook_17542942

શિયાળામાં મેથીનાં થેપલા તો અવશ્ય બને જ છે. મેથી એક અત્યંત ગુણકારી શાક માનવામાં આવે છે. તો આજે આપણે અત્યંત ગુણકારી મેથીની ભાજીનાં થેપલા ની સાથે હેલ્થી ગરમાણું બનાવીશું. શિયાળા માં થેપલા જોડે ગરમ ગરમ ગરમાણું તમે પણ અવશ્ય ટ્રાય કરજો.
#શિયાળા

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

40 મિનિટ
3 સર્વિંગ્સ
  1. થેપલા માટે:
  2. 2 કપઘઉં નો લોટ
  3. 2 ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. તેલ જરૂર મુજબ
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1/2 કપદહીં
  9. 1 ચમચીગોળ
  10. 200 ગ્રામમેથી
  11. 1 ચમચીતલ
  12. ગરમાણું માટે:
  13. 1 કપઘઉં નો લોટ
  14. 3-4 ચમચીધી
  15. 50 ગ્રામગોળ
  16. 1 ચમચીસુંઠ
  17. 1/2 કપપાણી
  18. 1 કપદૂધ
  19. 1/4 ચમચીએલચી પાવડર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    થેપલા માટે : મેથી ને સાફ કરી લો અને પછી સમારી લો. ઘઉં ના લોટ માં તેલ નાખી ને મેથી, આદુ મરચાં અને લસણ ની પેસ્ટ, મીઠું, હળદર, લાલ મરચું, ગોળ, તલ અને દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી ને લોટ બાંધી દો.

  2. 2

    હવે લૂઆ કરી થેપલા વણી લો. અને તવા પર તેલ મૂકી બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
    તો તૈયાર છે સ્વાદિષ્ટ હેલ્થી થેપલા.

  3. 3

    ગરમાણું માટે: પહેલા એક તપેલીમાં ધી લઈ ને તેમાં ઘઉં નો લોટ શેકી દો. લોટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકો.
    લોટ શેકાઈ જાય એટલે એમાં પાણી અને પછી દૂધ રેડો. અને હવે ગોળ નાખી બરાબર મિક્સ કરો. અને થોડું જાડું થાય ત્યાં સુધી ઉકાળો.

    અને હવે સુંઠ અને છેલ્લે એલચી પાવડર નાખી ને હલાવી ગેસ બંધ કરી દો. ગરમાગરમ જ થેપલા જોડે પીરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Prerna Desai
Prerna Desai @cook_17542942
પર

Similar Recipes