મટર-પાલક નીમોના

આજે શિયાળાની એક ખાસ સબ્જી, એ પણ છેક ઊત્તર ભારતથી!
'નિમોના' એ મૂળભૂત રીતે ઊત્તર ભારતમાં, ખાસ કરીને ઊત્તરપ્રદેશમાં રોજ-બ-રોજની રસોઈમાં બનતું, હરિયાળું રસાદર શાક છે.
શિયાળાની ઋતુમાં જ્યારે લીલાં શાકભાજી અને વેજિટેરિયન પ્રોટીનનાં ખજાના સમા લીલા કઠોળ જેમકે લીલા વટાણા, લીલા ચણા, લીલા વાલ, લીલી તુવેર વગેરે પ્રચૂર માત્રામાં આસાનીથી ઉપલબ્ધ હોય ત્યારે આ વાનગીનો આસ્વાદ જરૂર માણવો જ જોઈએ.
હલ્કી ફ્લેવર ધરાવતાં 'મટર કા નીમોના'ની ખાસિયત એ છે કે, આ શાકમાં માસલાઓનો ઉપયોગ બહુ ઓછી માત્રામાં થતો હોવાથી લીલા વટાણાનો ઓરીજીનલ ટેસ્ટ સરસથી જળવાઈ રહે છે. યુ.પી.માં આ સબ્જીને વટાણા-બટેટા, પાલક-વટાણા, વડી-વટાણા એમ કેટલીયે અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. મેં અહીં, મારી રેસીપીમાં થોડો ટ્વિસ્ટ આપવા માટે લીલા વટાણા સાથે બ્રોકલી અને પાલક પ્યુરે તેમજ ગાર્નિશીંગ માટે લીલા લસણનો ઉપયોગ કર્યો છે.
મટર-પાલક નીમોના
આજે શિયાળાની એક ખાસ સબ્જી, એ પણ છેક ઊત્તર ભારતથી!
'નિમોના' એ મૂળભૂત રીતે ઊત્તર ભારતમાં, ખાસ કરીને ઊત્તરપ્રદેશમાં રોજ-બ-રોજની રસોઈમાં બનતું, હરિયાળું રસાદર શાક છે.
શિયાળાની ઋતુમાં જ્યારે લીલાં શાકભાજી અને વેજિટેરિયન પ્રોટીનનાં ખજાના સમા લીલા કઠોળ જેમકે લીલા વટાણા, લીલા ચણા, લીલા વાલ, લીલી તુવેર વગેરે પ્રચૂર માત્રામાં આસાનીથી ઉપલબ્ધ હોય ત્યારે આ વાનગીનો આસ્વાદ જરૂર માણવો જ જોઈએ.
હલ્કી ફ્લેવર ધરાવતાં 'મટર કા નીમોના'ની ખાસિયત એ છે કે, આ શાકમાં માસલાઓનો ઉપયોગ બહુ ઓછી માત્રામાં થતો હોવાથી લીલા વટાણાનો ઓરીજીનલ ટેસ્ટ સરસથી જળવાઈ રહે છે. યુ.પી.માં આ સબ્જીને વટાણા-બટેટા, પાલક-વટાણા, વડી-વટાણા એમ કેટલીયે અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. મેં અહીં, મારી રેસીપીમાં થોડો ટ્વિસ્ટ આપવા માટે લીલા વટાણા સાથે બ્રોકલી અને પાલક પ્યુરે તેમજ ગાર્નિશીંગ માટે લીલા લસણનો ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઊકળતા પાણીમાં એક ચપટી ખાવાનો સોડા ઊમેરી તેમાં પહેલા વટાણાને થોડીવાર માટે બ્લાન્ચ કરી લ્યો. એક જારા વડે આ વટાણા લઈ તેને અધકચરા વાટી અલગ રાખો.
- 2
આ જ પાણીમાં પાલકનાં પાનને પણ બ્લાન્ચ કરી લ્યો અને મિક્સરની નાની જારમાં આ પાલકની પ્યુરે બનાવી તેને પણ એક બાઉલમાં અલગ રાખો.
- 3
બ્રોકોલીનાં ફૂલ છુટ્ટા કરી તેને માત્ર એક જ મિનીટ માટે બ્લાન્ચ કરી અલગ રાખો. ધ્યાન રહે, બ્રોકોલી વધારે સોફ્ટ ન થવી જોઈએ. ત્યારબાદ એક હેવીબોટમ પેનમાં બિલકુલ થોડું તેલ ગરમ કરી આ ફ્લોરેટ્સને થોડાં ક્રિસ્પી થાય ત્યાં સુધી શેલોફ્રાય કરી અલગ રાખવાં.
- 4
આજ પેનમાં બાફેલાં બટાટાને નાનાં ટુકડાઓમાં સમારી તેને પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેલોફ્રાય કરી લેવાં.
- 5
આદુ-મરચાં-કોથમરી અને લીલા ટમેટાંને ખરલમાં વાટી મુલાયમ પેસ્ટ બનાવી લેવી.
- 6
હવે એક હેવીબોટમ પેનમાં ઘી ગરમ કરી તેમાં હિંગ અને જીરુનો વઘાર કરવો. જીરુ તતડે ત્યારે તેમાં તમાલપત્ર અને લવિંગ ઊમેરી થોડીવાર સાંતળવા. ત્યાર પછી તેમાં ગ્રીનપેસ્ટ અને હળદર મરચું ઊમેરી બે-ચાર મિનીટ વધારે સાંતળી લેવું.
- 7
પાલક પ્યુરે ઊમેરી પાલક થોડી પાકે ત્યાં સુધી સાંતળી લઈ બાદમાં અગાઉથી તૈયાર કરી રાખેલાં બધાં જ શાક એક પછી એક ઊમેરી દેવા. આપણે ગ્રેવી જે મુજબ ઘાટી રાખવી હોય તે મુજબ પાણી ઉમેરવું, સ્વાદ મુજબ નમક ઊમેરી, ધીમી આંચ પર નીમોના પાકવા દેવું.
- 8
લીંબુનો રસ ઊમેરી સર્વિંગ બાઉલમાં લઈ, ઊપર થોડું દેશી ઘી રેડી, તાજી કોથમારીના પાન, આદુની પાતળીસળી અને બારીક સમારેલું લીલું લસણ ભભરાવી ગાર્નિશ કરવું. ફુલકા રોટી, પરાઠા કે રાઈસ સાથે ગરમાગરમ પીરસવું.
- 9
નોંધ :- નીમોના પારંપરિક રીતે રાઈનાં તેલમાં બનાવવામાં આવે છે, પણ મેં તેનો માઈલ્ડ ટેસ્ટ જાળવવા અહીં દેશી ઘી નો ઉપયોગ કર્યો છે. તમે ચાહો તો રાઈ કે પછી તમારી પસંદનાં કોઈપણ તેલમાં બનાવી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢાબા સ્ટાઇલ જૈન પાલક પનીર
કાંદા, લસણ વગર ની પાલક પનીર કોઈ વાર ખૂબ સારી લાગે છે...મસાલા ને રીચ બનાવી પાલક પનીર રોયલ બનાવી શકાય છે...#સ્ટ્રીટફુડ Meghna Sadekar -
આલુ-મટર કોરમા
#એનિવર્સરી#મેઈનકોર્સએક સમય એવો હતો કે આપણે સૌ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે એમાં બહુ જ લિમિટેડ ચોઈસ મળતી. એ લિમિટેડ મેનુમાં એક સબ્જી સૌ કોઈનું ધ્યાન અચૂક આકર્ષિત કરતી, અને એ સબ્જી હતી "કોરમા"!આ કોરમા વિશે ઈન્ટરનેટ પરનો જ્ઞાનકોષ 'વિકિપીડિયા' એવું કહે છે કે, "કોરમા" એ ૧૬મી સદીમાં આવિષ્કાર પામેલી, ભારતિય ઉપખંડમાં ખાસ કરીને મોગલાઈ કલીનરીમાં નોનવેજ વાનગી તરીકે પોતાની એક ખાસ ઓળખાણ પામેલી 'શાહી' વાનગી છે!એવો ઉલ્લેખ પણ જોવાં મળ્યો છે કે, તાજમહાલનાં ઉદ્દઘાટન પ્રસંગે મોગલ બાદશાહ 'શાહજહાં'નાં શાહી ખાનસામાઓએ શાહી ભોજમાં આ વાનગી પણ પીરસેલી!મુગલાઈ પાકશાસ્ત્રોમાં કોરમા ને મીટ, લેમ્બ, ચિકન કે પછી શાકભાજીને દહીં, મલાઈ અને/કે પછી સુકામેવાની પેસ્ટ સાથે પકાવેલી વાનગી તરીકે પણ દર્શાવવામાં આવી છે.કોરમા બનાવવા માટે તેને એકદમ હલ્કા મસાલાઓ, દહીં અને ખાસ પેસ્ટ ને દેશી ચૂલા પર, ખાસ પાત્રોમાં, ધીમી આંચ પર અને જેમાં બને છે એ વાસણના ઢાંકણ પર પણ અંગારા રાખી ઊપર-નીચે એમ બન્ને બાજુએથી અગ્નિ આપી પકાવવામાં આવે છે, કે જેથી મસાલાઓની સુગંધ અને મેવાઓનું સ્મૂધ ક્રીમી ટેક્ષચર આ ડીશમાં બરાબર ભળી જાય.મોગલાઈ ફૂડકોર્ટની ખાસ ઓળખાણ સમી આ વાનગીને 'પ્યોર વેજિટેરિયન ડીશ' તરીકે આપ સૌને પીરસવાનો એક પ્રયત્ન મેં અહીં#આલુ_મટર_કોરમા સ્વરૂપે કર્યો છે, જે સ્વાદમાં તો લાજવાબ છે જ, વળી બનાવવામાં પણ એટલી જ સ્હેલી છે! Pradip Nagadia -
સ્ટફ્ડ ટોમેટો
#સ્ટફ્ડસાવ સિમ્પલ ડીશ, એટલી સિમ્પલ કે મારી પૌત્રી આયુષીદીકરીએ આ બનાવ્યું!કોઈ માની શકે કે એક સમયે લગ્નપ્રસંગની આ મોસ્ટ ફેવરીટ સ્ટાર્ટર કમ સલાડ ડીશ હતી. Pradip Nagadia -
મટર કે છોલે
#કઠોળઆપણે રસોઈમાં લીલા વટાણાનો ઉપયોગ શાક, પુલાવ, પાઉંભાજી જેવી વાનગી બનાવવા માટે કરતા હોઈએ છીએ. તેમાં ફોસ્ફરસ, આર્યન, મેગ્નેશિયમ, પ્રોટીન તથા વિટામિન્સ જેવા પોષકતત્ત્વો સારા પ્રમાણમાં રહેલા હોય છે. પણ ઘણીવાર સિઝન વગર લીલા વટાણા સારા મળતા નથી અથવા મોંઘા મળે છે તો આપણે ફ્રોઝન કરેલા વટાણા કે કઠોળનાં સૂકા વટાણાનો ઉપયોગ કરીને વાનગી બનાવીએ છીએ. કઠોળમાં સૂકા વટાણા પણ બે પ્રકારના મળે છે લીલા અને સફેદ. સફેદ સૂકા વટાણા આગ્રા અને દિલ્લીમાં આલુ ટીક્કી સાથે રગડો બનાવે તેમાં અને અમદાવાદમાં ગરમ રગડામાં પકોડી મળે છે તેમાં ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપણે સૂકા સફેદ વટાણામાંથી બનતું સ્વાદિષ્ટ શાક બનાવીશું. Nigam Thakkar Recipes -
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
પાલક છોલે
#પંજાબીછોલે પરાઠા પંજાબી લોકો ની ટ્રેડિશનલ વાનગી છે જેમાં ભરપૂર મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે.આ રેસિપી અલગ એ રીતે છે કે તેમાં પોષ્ટિક એવી પાલક ની ગ્રેવી નો ઉપયોગ કરવામાં આવેલ છે.છોલે નો એક અલગ સ્વાદ આવે છે. Jagruti Jhobalia -
પાલક પત્તા ચાટ
આ એકદમ અલગ પ્રકાર ની ચાટ છે. જેમાં પાલક નાં પાન નો ઉપયોગ કરી ને ચાટ બનાવવા માં આવી છે. કઠોળ માં બાફેલા ચણા નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
પાલક મુઠીયા
પાલક ની ભાજી ને નાખી ને બનાવવામાં આવતા આ મુઠીયા સ્વાદિષ્ટ છે. અલગ અલગ લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા હોવાથી હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
રોયલ પાલક પનીર દમ બિરયાની
પાલક પનીર નુ શાક તો ખાતા જ હોઇ એ....દમ બિરયાની મા તેનો સ્વાદ લાવી..ટેસ્ટી ને હેલ્થી બનાવ્યું છે..#ખીચડી Meghna Sadekar -
પાલક મટર સબ્જી
આ એકદમ પોસ્ટીક સબ્જી સાથે. ઘરે જ અવેલેબલ ઇનગ્ડીયન્સ અને સૂઝબૂઝ થી સાથે રોયલ ટેસ્ટ આવે છે..કોઈ વાર પનીર અવેલેબલ ન હોય તો આ સબ્જી નું ઓપ્શન સારું છે..#રેસ્ટોરન્ટ Meghna Sadekar -
વેજ ગ્રીન પીસ પુડલા
#નાસ્તોફ્રેન્ડસ, સવાર નો નાસ્તો હેલ્ધી અને ટેસ્ટી પણ હોવો જરૂરી છે. માટે મેં અહીં લીલા વટાણા,પાલક , કેપ્સીકમ, ડુંગળી અને ટોમેટો મિક્સ કરી તીખા પુડલા બનાવ્યા છે જેને આથેલા લીલા મરચાં - ગાજર અને કેચઅપ સાથે સર્વ કરેલ છે. asharamparia -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
કેરાલિયન દહીંભીંડી
#તીખી_રેસિપીઆજે એક સાઉથ ઈન્ડિયન વાનગીકેરાલિયન_દહીંભીંડીઆપણી રોજની રસોઈ સ્વરૂપે.કેરાલિયન સ્ટાઈલમાં બનેલી ભીંડીની આ સબ્જીમાં કાંદા અને ટમેટા સાથે ખુશ્બુદાર મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વલોવેલું દહીં આ તીખા શાકને થોડી ખટાશ આપીને વધારે સ્વાદિષ્ટ બનાવે છે.કાજુ-કોકોનટની રિચ ગ્રેવી અને માઈલ્ડ ફ્લેવરનાં મસાલા, દહીં અને ફ્રાઈડ ભીંડી. એકદમ જમાવટ. Pradip Nagadia -
આલુ પાલક (aloo palak recipe in gujarati)
#નોર્થઆલુ પાલક એ સ્વાદિષ્ટ અને પાલક એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં પંજાબી રીતે આલુ પાલક ની સ્વાદિષ્ટ સબ્જી બનાવેલ છે . Dolly Porecha -
-
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
-
💕🌙પાલક પનીર.ઈદ સ્પેશ્યલ🌙💕
#indiaઈદ સ્પેશ્યલ રેસીપી.આજે ખાસ આપના દેશ નાં મુસ્લિમ ભાઈબહેનો માટે ની રેસિપી છે. ઈદ સ્પેશ્યલ. પાલક પનીર તો ઘણી વખત બનાવ્યું. પણ આજે આપના મુસ્લિમ ભાઈબહેનો માટે આ વાનગી બનાવી છે.. ગ્રીન કલર એટલે મુસ્લિમ ભાઈ બહેનો નો ફેવરિટ કલર. એટલે આ રેસિપી એમને ડેડીકેટ કરું છું.💚😄💚 Pratiksha's kitchen. -
હરાભરા કબાબ
આ કબાબ પાલક, લીલા વટાણા, શિમલા મરચા માંથી બનાવેલા છે જેથી કબાબ લીલા રંગના બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
#કોંકણી પાલક ઘાવણ વીથ સોલાપુરી પીનટ્સ ચટણી
#મિસ્ટ્રીબોક્સ#5Rockstarકોંકણી પાલક ઘાવણ ખૂબજ હેલ્થી છે..તેમાં ભરપુર પ્રોટીન છે..ને તે શરીર ની બહાર ન નીકળી જાય તે માટે તેમાં ખટાશ નાખવી ખૂબ જરૂરી છે...મે આમા 2 ચમચી લીંબુનો રસ યુઝ કર્યો છે. તમે દહી પણ વાપરી શકો...આમ પાલક ના પ્રોટીન સાથે ખટાશ જરૂરી છે...આ ઢોસા જેવા હોય છે..પણ નરમ ઉતારી એ છીએ. ને ટેસ્ટી તો ખરા જ...વીથ પીનટ્સ સોલાપુરી ચટણી સાથે Meghna Sadekar -
-
પાલક ની ચકરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૭પાલક હમણા શિયાળા માં સરળ રીતે મળી રહે છે અને પાલક શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તેથી પાલક ખાવી જ જોઈએ જો પાલક ન ભાવતી હોય તો એમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે.. તમે સ્ટોર પણ કરી શકો છો આ ચકરી... Sachi Sanket Naik -
ભીંડા ડુંગળી નું શાક(bhinda dungli nu shaak recipe in Gujarati)
ભારતીય જમણ માં ભીંડા નો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે.ભીંડા માં ફાયબર સારા પ્રમાણ માં હોય છે. આ શાક ડુંગળી ને લીધે એકદમ વિશેષ બને છે અને બાળકો ને પસંદ આવશે. Bina Mithani -
પાલક થેપલા (Palak Thepla recipe in gujarati)
#CB6પાલક થેપલા એ ખુબ જ હેલ્થ માટે વરદાનરૂપ છે.. પાલક માંથી પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે.. વડી બાળકો પાલક ની ભાજી ખાતાં નથી.. એટલે આ રીતે થેપલા બનાવી ને ખવડાવી શકાય.. Sunita Vaghela -
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#RC4 મેથી પાલક ની ભાજી,લીલા ધાણા માથી બનેલા આ થેપલા ટેસ્ટી પણ છે અને હેલધી પણ છે. Rinku Patel -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
પાલક પનીર નું શાક પંજાબી શાક ખાવમાં ખૂબ જ સરસ લાગે છે ..અને હેલ્થ માટે પણ સારું છે.. Monal Mohit Vashi -
મટર ટિક્કી ચાટ
#પંજાબીપંજાબ માં લોકો ચાટ ના શોખીન હોય છે.આ ચાટ માં લીલા વટાણા અને બટાટા મુખ્ય ઘટકો છે.સ્વાદ માં ચટપટી, ખાટીમીઠી લાગે છે. Jagruti Jhobalia -
પનીર ભુરજી સેન્ડવીચ
#goldenapron સેન્ડવીચ ને દિવસ દરમિયાન કયારે પણ ખાઇ શકાય છે. ને તે ધણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. આજ ની મારીરેસીપી છે પનીર ભુરજી સેન્ડવીચ ની જે તમે ખાસ કરીને રાત્રે જમવા મા બનાવી શકો છો. જે બનાવવા માં સમય પણ ધણો ઓછો લાગે છે. Rupal Gandhi -
પાલક પનીર વિથ પરાઠા (Palak Paneer with Paratha recipe in Gujarati)
#Cooksnap#Week2 આ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લીલા શાકભાજી ખુબ સરસ મળે છે. તેથી મેં આજે પાલક પનીર બનાવી અને તેમાં રહેલા પોષક તત્વોનો ભરપૂર માત્રામાં ઉપયોગ કર્યો છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
More Recipes
ટિપ્પણીઓ