પાલક પનીર કોફતા કરી

Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
Ahmedabad

#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬
પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે.

પાલક પનીર કોફતા કરી

#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬
પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૩૫ મિનિટ
૩-૪
  1. કોફતા બનાવવા માટે
  2. ૧/૨કપ પનીર
  3. ૧/૨ કપ સમારેલી પાલક
  4. ૩-૪ ચમચી બેસન
  5. નમક સ્વાદ અનુસાર
  6. ચપટી હીંગ
  7. ૧/૪ ચમચી હળદર
  8. ૧ચમચી વાટેલું આદુ મરચુ
  9. ૧ચમચી ધાણાજીરુ
  10. ૧/૨ લીંબુ નો રસ
  11. ગે્વી બનાવવા માટે
  12. ૪ ટામેટાં
  13. ૭-૮ કાજુ પલાળેલા
  14. ૨ ચમચી મગજતરી ના બી પલાળેલા
  15. ૧ ચમચી ખસખસ પલાળેલુ
  16. ૧ઈંચ આદુ
  17. ટુકડો ૧ઈંચ તજ નો
  18. ૩-૪ લવિંગ
  19. ૪-૫ મરી
  20. તમાલપત્ર
  21. ૩-૪ ઇલાયચી
  22. નમક સ્વાદ અનુસાર
  23. ૧ ચમચી લાલ મરચુ
  24. ૧ચમચી કાશ્મીરી લાલ મરચુ (કલર માટે)
  25. ૧/૨ચમચી ગરમ મસાલો
  26. ૧ ચમચી મલાઈ
  27. ૨ ચમચી તેલ (મોટી)

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મિનિટ
  1. 1

    કડાઈ મા ટામેટા, આદુ, બધા જ આખા મસાલા, મીઠું, મરચુ, હળદર, જીરુ અને એક ચમચી તેલ ઉમેરી ગેસ ઉપર ધીમા તાપે ચડવા મુકો.

  2. 2

    ટામેટા ચડી જાય એટલે તેમાં કાજુ, મગજતરી અને ખસખસ નાંખી મિક્સ કરી ઢાંકી ને ઠંડું થવા દેવું.

  3. 3

    ઠંડું થઈ જા પછી તમાલપત્ર, તજ કાઢી લઈ મિકસર જાર મા લઈ પેસ્ટ રેડી કરવી.

  4. 4

    કોફતા બનાવવ માટે એક બાઉલ મા કોફતા માટે ની બધી જ સામગ્રી લઈ મિક્સ કરી લેવુ

  5. 5

    તેમાંથી નાના બોલેલ બનાવી લેવા.

  6. 6

    અપ્પમ પાન ગરમ કરવા મૂકવું, તેમાં થોડું તેલ લગાવી બોલ્સ મુકી બધી જ બાજુ થી બદામી થાય ત્યા સુધી શેકવા.

  7. 7

    કરી બનાવવા માટે કડાઈ મા બાકી નું એક ચમચી બટર લઈ ગરમ કરવું.પછી તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરી બટર છુટા પડે ત્યા સુધી ઉકાળવી

  8. 8

    પછી તેમાં જરુર મુજબ પાણી ઉમેરી ૫-૭ મિનિટ ઉકાળવું, તેમાં ગરમ મસાલો અને મલાઈ નાંખી ઉકળવા દેવું.

  9. 9

    બટર છૂટું પડે ‌અને ગેૃવી ઘટૃ થાય એટલે ગેલ બંધ કરી કોફતા નાંખી હલાવી ને ઢાંકી દેવું અને ૫ મિનિટ રેવા દેવું, ગરમાગરમ પાલકપનીર કોફતા કરી રોટી ક પરાઠા સાથે સવઁ કરો.

  10. 10

    કોફતા સવઁ કરવા સમયે જ ઉમેરવા. જો પીરસવા મા ચાંઈ હોય તો પીરસવા સમયે કરી ગરમ કરી કોફતા ઉમેરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
પર
Ahmedabad
I am a Homoeopathic doctor who loves to cook and foodie, always want something new is n menu. But as being a Doctor i always look for healthy alternative ingredients into routine recipes,, I have my own youtube channel - Twist in kitchen where I also share recipe with healthy TWIST -that’s y my channel name- I share written recipe here but if you want it in detailed then visit my channel also.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes