મેંગો પનીર મસાલા ગ્રીલ સેન્ડવીચ

Jinal Chauhan
Jinal Chauhan @jinalvimal

મેંગો પનીર મસાલા ગ્રીલ સેન્ડવીચ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ત્રણ વ્યક્તિ
  1. 3 કપપાકી કેરીનો પલ્પ
  2. 1 ચમચીદળેલી ખાંડ
  3. અડધી ચમચી નમક
  4. 1 ચમચીઓરેગાનો
  5. 2 ચમચીચીલી ફ્લેક્સ
  6. 1 વાડકીછીણેલું પનીર
  7. 2નાના બાફેલા ક્રશ કરેલા બટાટા
  8. સ્વાદ અનુસારનમક
  9. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  10. ચારથી પાંચ બ્રેડની સ્લાઈસ
  11. બ્રેડ પર લગાવવા માટે બટર
  12. ગ્રીલ કરવા માટે સેન્ડવીચ મેકર
  13. 2 ચમચીમરી પાવડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કેરીના પલ્પને નોન-સ્ટીક પેનમાં લઈને તેમાં ખાંડ,મીઠું, ઓરેગાનો,રેડ ચીલી ફ્લેક્સ અને એક ચમચી મરી પાવડર નાખી અને ધીમા તાપે હલાવ્યા કરો

  2. 2

    તેમાંથી પાણીનો ભાગ છૂટે અને ઘટ્ટ રેડી થઈ જાય ત્યારે તે ગેસ બંધ કરી દો

  3. 3

    પનીર મસાલા માટે પનીર અને બટાકાના મિશ્રણમાં મીઠું આદું-મરચાંની પેસ્ટ મરી પાવડર નાખીને બરાબર મિક્સ કરી દેવું

  4. 4

    હવે બ્રેડની એક સ્લાઈસ પર મેંગો પલ્પ અને બીજી સ્લાઈસ ઉપર બટર તેમજ પનીર નો મસાલો લગાવી લો

  5. 5

    હવે બંને બ્રેડને ઉપર નીચે મૂકી અને બહારની બંને સાઇડ ઉપર વ્યવસ્થિત રીતે બટર લગાવીને સેન્ડવીચ મેકર માં ગ્રીલ કરી લો

  6. 6

    હવે તેને બંને સાઈડ કરીને કટ કરીને કેચપ અને ગ્રીન ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jinal Chauhan
Jinal Chauhan @jinalvimal
પર

Similar Recipes