મેક્સિકન ફ્યુઝન સમોસા (Mexican Fusion Samosa Recipe In Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

મેક્સિકન ફ્યુઝન સમોસા (Mexican Fusion Samosa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ સર્વિંગ્સ
  1. કણક માટે
  2. 1-1/2 કપ મેંદો
  3. ૧/૪ કપતેલ
  4. 1/2ચમચી બેકિંગ પાઉડર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. પાણી જરૂર પ્રમાણે
  7. સ્ટફિંગ માટે
  8. 1 ચમચીછીણેલ લીલી હળદર
  9. ૧/૪ કપરાજમાં 12 કલાક પલાળી અને બાફેલા
  10. ૧/૪ કપઅમેરિકન બાફેલ મકાઈ
  11. ૧/૪ કપબાફેલા લીલા વટાણા
  12. ૨ નંગબાફેલા બટાકા
  13. 1નાનુ કેપ્સીકમ કાપેલ
  14. 2 ચમચીઆદુ લસણ અને મરચાની પેસ્ટ
  15. 1 ચમચીલાલ મરચું પાઉડર
  16. 1 ચમચીમીક્સ હર્બ
  17. 1 ચમચીઆમચૂર પાઉડર
  18. મીઠું સ્વાદ મુજબ
  19. તેલ જરૂર મુજબ
  20. સમોસા વોશ કરવા માટે દૂધ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    મેક્સિકન ફ્યુઝન સમોસા તળવા માં આવતા ન હોવાથી લો કેલેરી છે.
    આ સમોસા તળેલા સમોસા જેટલા અથવા વધુ સ્વાદિષ્ટ છે.
    તેના સ્ટફિંગ માં immunity booster એવી લીલી હળદરનો ઉપયોગ થાય છે.
    આમાં આપણે રાજમાં મકાઈ અને કેપ્સીકમ મિક્સ hub નો ઉપયોગ થતો હોવાથી તેને મેક્સિકન ફ્યુઝન કહી શકાય.

  2. 2

    એક વાસણમાં મેંદાનો લોટ લો તેમાં મીઠું બેકિંગ પાઉડર અને ઉમેરી સરખી રીતે મિક્સ કરો ત્યારબાદ તેમાં તેલનું મોણ નાંખી બરાબર ફરીથી મિક્સ કરો અને છેલ્લે પાણી નાખી પૂરી પૂરી જેવો લોટ બાંધો અને 30 મિનિટ સુધી રેસ્ટ આપો.
    કણક માંથી જરૂર મુજબના લુઆ બનાવો આટલા લોટમાંથી આશરે આઠ લુવા બનશે.
    પાટલા પર તેલ લગાવી તેમાંથી મોટી સાઇઝની પૂરી વણો અને દરેક પૂરીને વચ્ચેથી કાપી બે ભાગ કરો અને સાઈડ પર રાખી દો.

  3. 3

    એક નોનસ્ટીક પેન લો તેમાં થોડું તેલ લો અને તેને લીલી હળદર કચાસ દૂર થાય તેટલી સાંતળો.
    તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખો અને સાતડો. હવે તેમાં કેપ્સિકમ ઉમેરી બરાબર સાંતળો ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર આમચૂર પાઉડર mix herbs નાખો.
    હવે આમાં છૂંદેલા રાજમાં બાફેલી મકાઈના દાણા અને બાફેલા વટાણા નાખી બરાબર મિક્સ કરો ત્યારબાદ તેમાં છૂંદેલા બટાકા નાંખો અને બધું બરાબર મિક્સ કરો અને છેલ્લે મીઠું સ્વાદ મુજબ ઉમેરી ઠંડુ થવા દો.

  4. 4

    કાપીને તૈયાર કરેલ 1/2પુરી ની કીનારી પાણી લગાવી અનેજોડી દો સમોસા જેવું ત્રિકોણ બનાવો આમાં પૂરણ ભરી અને પાણ વડે ઉપર ની કિનારી પણ ચોંટાડી દો આમ આપણા આ કાચા સમોસા તૈયાર.

  5. 5

    કાચા સમોસા ને તેલથી ગ્રીસ કરેલા ઓવન ડીશ માં લઈને દૂધથી wash આપી ૨૦૦ ડિગ્રી એ પ્રી heat કરેલા ઓવનમાં 20 મિનિટ માટે મૂકી દો.

  6. 6

    ૨૦ મિનિટ બાદ ખૂબ જ ક્રિસ્પી તને સુંદર સમોસા તૈયાર થઈ જશે તેને સર્વિંગ ટ્રેમાં લઈ મેક્સિકન ડીપ,ખજૂર આમલીની ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vatsala Popat
Vatsala Popat @vsp22342
પર

Similar Recipes