ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 થી 50 મિનિટ
4 સર્વિંગ્સ
  1. બેટર બનાવવા માટે
  2. 1 વાટકી6 કલાક પાણીમા પલાાળેલ મગદાળ છડી
  3. 1 વાટકી6 કલાક પાણીમા પલાાળેલ અડદની દાળ
  4. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. 1 ચમચીજીરૂ
  6. 1 ચમચીવરીયાળી
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ફા્ય દહીં વડા બનાવવા માટે
  9. 1 ચમચીકાજુના ટુકડા
  10. 1 ચમચીકિસમિસ
  11. ઝીણી કાપેલી મરચી
  12. તેલ તળવા માટે
  13. નોન ફા્ય દહીં વડા બનાવવા માટે
  14. ફુ્ટસોલ્ટ (ઈનો ઐક સેચેટ)
  15. એસેમબલ માટે
  16. દહીં વડા નું દહીં દહીં (ખાંડનો પાઉડર અને મીઠું સ્વાદ પ્રમાણેે નાખેલ)
  17. મરચાં કોથમીર ની લીલી ચટણી
  18. આંબલી ગોળ ની ચટણી
  19. દહીં વડા નો મસાલો(જીરુ અજમાં લાલ મરચું પાઉડર માંથી બનાવેલ)
  20. સંચળ અને મીઠું
  21. ગાર્નીશિંગ માટે
  22. કાજુ કિસમિસ દાડમના દાણા અને કોથમીર

રાંધવાની સૂચનાઓ

40 થી 50 મિનિટ
  1. 1

    અહીં આપણે બે પ્રકારના દહીં વડા બનાવીશું તળેલા અને સ્ટીમ કરેલ બંનેમાં બનાવવાની વિધિ તળવા સિવાય અને સ્કીમ સ્ટીમ કરવા સિવાય સરખી છે.
    ને બંને સ્વાદમાં ખૂબ જ સારા લાગે અને બન્નેમાં કેલેરી તો ઓછી રહેશેજ.!
    આ બનાવવા માટે આપણે નીચે પ્રમાણેના ઘટકો એકઠા કરીશું.

  2. 2

    પલાળેલ બંને દાળમાંથી પાણી કાઢી લો અને ક્રશ કરી બેટર બનાવો (પતલુ બનાવવાનું નથી) બહૂ પતલુ હોય તો તેમાં ચણાનો લોટ ઉમેરો અને ઘટ કરો
    આબેટર માં આદુ-મરચાંની પેસ્ટ, જીરૂ વરીયાળી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બરાબર મિક્સ કરો.

  3. 3

    હાથમાં એક પ્લાસ્ટિક લો ની તેની પર થોડું બેટર મુકો અને પહોળું કરો અને તેમાં કાજુ ના ટુકડા અને લીલા મરચાના ટુકડા નાખવા ફોલ્ડ કરી થોડું દબાવી અને તેલમાં તળી લો આ તળેલા વડા થોડા ઠંડા પડે એટલે થોડા ગરમ પાણીમાં(મીઠું અને હિંગ નાખેલ) મા નાખો અને થોડી મિનીટ રહેવા દો ત્યારબાદ ધીમે ધીમે દબાવી વધારાનું પાણી કાઢી નાખો ફરીથી આવું જ પાણી બીજા વાસણમાં લઈ તેમાં નાખો થોડી મિનિટ બાદ કાઢી હથેળીથી દબાવી પાણી કાઢી નાખો સતત ત્રીજી વખત આવી જ રીતે કરો આમ કરવાથી મોટાભાગનું તેલ પાણીમાં જતુ રહેશે આ તૈયાર થયેલા વડાને ટે્મા

  4. 4

    તળેલા વડા બનાવ્યા બાદ વધેલા ખીરામાં આપણે એક સેચેટ ઈનો નાંખીશું અને બરાબર ઝડપથી મિક્સ કરી ને
    આ મિક્સ કરેલા ખીરાને ઈડલી બનાવવાની ટે્મા વડા મુકેને આ ટ્રેને ઈડલી બનાવવા ના પાત્રમાં કે જેમાં પાણી ઉકડી રહ્યું છે તેમાં મુકી ઢાંકી અને દસથી પંદર મિનિટ પાકવા દેવું

  5. 5

    દસ મિનિટ બાદ ખોલીને જોઈશું જો પાકી ગયા હોય તો ઊતારી લેશું નહિતર વધુ પાંચ મિનિટ રાખીશું
    હવે આપણે ઈડલી બનાવવા ના પાત્ર માંથી ટે્ને કાઢી વડા કાઢી લેશું આ વડા એકદમ સ્પોન્જી બનશે તેને તળેલા વડા ની જેમ જ તૈયાર કરેલા પાણીમાં બે ત્રણ મિનિટ રાખી બંને હથેળીઓ વડે દબાવી પાણી કાઢી લેશું સાવ ડ્રાય કરવા નથી થોડું પ્રેમથી દબાવવાનું છે આ વડાને એક વખતજ પાણી માં નાખવાના છે.
    આ તૈયાર કરેલા વડાને પણ વડાને પણ ટે્મા લેશું

  6. 6

    ટે્મા લીધેલ બંને પ્રકારના વડાને આપણે એસેમ્બલ કરીશું વડા પ્રથમ તૈયાર કરેલું દહીં અને પછી તેના પર લીલી ચટણી આમલીની ચટણી દહીં વડા પાઉડર સંચળ અને મીઠું નાખીશું.

  7. 7

    આ બંને ટ્રેને કાજુ કિસમિસ અને કોથમીર તથા દાડમના દાણાથી ગાર્નિશ કરીને સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vatsala Popat
Vatsala Popat @vsp22342
પર

Similar Recipes