દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટા દહીં વડા. આ દહીં વડા નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતા હોય છે. તો ચાલો દહીં વડા ની રેસીપી શરૂ કરીએ.
#GA4
#Week25

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટા દહીં વડા. આ દહીં વડા નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતા હોય છે. તો ચાલો દહીં વડા ની રેસીપી શરૂ કરીએ.
#GA4
#Week25

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૨ કપઅડદની દાળ
  2. ૧ બાઉલ દહીં
  3. ૨ ચમચીખાંડ
  4. ૧ બાઉલ લીલા ધાણાા ફુદીનાની ચટણી
  5. ૧ બાઉલ ગોળ આંબલી ની ખાટી મીઠી ચટણી
  6. ૧ ચમચીક્રશ કરેલા લીલા મરચાં,લસણ અને આદુ
  7. ૧ ચમચીશેકેલું જીરું પાઉડર
  8. ૧/૨ ચમચીસિંધવ મીઠું
  9. ૧/૨ ચમચીચાટ મસાલો
  10. ૧/૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  11. સ્વાદ અનુસારમીઠું
  12. વડા તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    દહીં વડા બનાવવા માટે સૌપ્રથમ અડદની દાળ લો. અડદની દાળને૨-૩ વાર પાણી માં સારી રીતે ધોઈ લો. હવે દાળ માં ૧ કપ પાણી રેડીને ૩-૪ કલાક ઢાંકીને મૂકી દો. ૪ કલાક પછી દાળમાંથી વધારાનું પાણી કાઢી લો.

  2. 2

    હવે દાળને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો.જરૂર લાગે તો ૩-૪ ચમચી પાણી ઉમેરીને ગ્રાઈન્ડ કરો. બહુ ઝીણું નથી પીસવાનું દરદરું પીસવાનું છે. હવે મિક્સરને એક મોટા બાઉલમાં કાઢીને હાથ વડે ફેટી લો. મિક્સર ફૂલી ને ઉપર આવે અને સોફ્ટ થાય ત્યાં સુધી ફેટવાનું છે. હવે મિક્સર ને એક મિડીયમ બાઉલમાં કાઢી લો. હવે આ મિક્સરમાં ક્રશ કરેલા લીલા મરચાં, લસણ અને આદુ, શેકેલુ જીરૂ પાઉડર અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરો. ગેસની ફ્લેમ મીડીયમ રાખો. તેલ ગરમ થઈ જાય એટલે વડા ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે તળી લો.

  4. 4

    હવે એક તપેલીમાં પાણી ગરમ કરો. પાણીને બહુ ગરમ નથી કરવાનું હુફાડું
    પાણી ગરમ કરવાનું છે. તેમાં ચપટી મીઠું ઉમેરો. હવે તળેલા વડાને હુંફાળા પાણીમાં ૩૦ મિનિટ ઢાંકી ને મૂકી રાખો. વડા એકદમ ફૂલી ને સોફ્ટ થઈ જશે. ૩૦ મિનિટ પછી વડાને બે હાથથી થોડા પ્રેસ કરીને એક પ્લેટમાં મુકો.

  5. 5

    હવે એક બાઉલમાં દહીં લઈને ૨ ચમચી ખાંડ ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લો. આ દહીં વડા ઉપર રેડી દો. હવે વડા ઉપર લીલી ચટણી અને ખાટી મીઠી ચટણી ઉમેરો. હવે શેકેલું જીરૂ પાઉડર, ચાટ મસાલો, કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું સ્પરિંકલ કરો. આપણા ટેસ્ટી ચટપટા દહીં વડા બનીને તૈયાર છે. મારી આ રેસિપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર

ટિપ્પણીઓ

Similar Recipes