દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૨ કપઅડદ ની દાળ
  2. ૨થી૩ લીલા મરચાં
  3. ૧/૨ ટેબલ સ્પૂનજીરું
  4. મીઠું સ્વાદ મુજબ
  5. તળવા માટે તેલ
  6. ૧ લિટરદહીં (જરૂર મુજબ વધારે લઈ શકાય)
  7. ૧/૨દળેલી ખાંડ
  8. ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ
  9. કોથમીર અને ફુદીનાની સ્પાઇસી ચટણી જરૂર મુજબ
  10. દાડમના દાણાં જરૂર મુજબ
  11. ઝીણી સેવ
  12. ઝીણી સમારેલી કોથમીર
  13. શેકેલું જીરું જરૂર મુજબ
  14. મરચું પાઉડર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    અડદની દાળ સારી રીતે થઈ ૬થી ૭ કલાક માટે પલાળી રાખો. હવે તેને મિક્સરમાં બે ચમચી પાણી નાખી સારી રીતે પીસી લો. દહીં વડા નું બેટર વખતે વધુ પાણી ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જેથી કરીને દહીં વડા સોફ્ટ બને.

  2. 2

    પીસી ગયા બાદ તેને એક બાઉલમાં 20 મિનિટ માટે હાથની મદદથી એકદમ ફેંટી લો અને એકદમ સોફ્ટ બેટર તૈયાર કરો. તૈયાર થયા બાદ તેને મીડીયમ ફ્રેમ પર તળી લો. હવે દહીં વડા ઠંડા થયા બાદ તેને એક બાઉલમાં પાણી લઈ તેમાં 1/2 ચમચી હિંગ ઉમેરી થોડીવાર માટે ડીપ કરી લો. અને દહીં મા ખાંડ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લો. અહીં આપણે બ્લેન્ડર નો યુઝ કરવાનો નથી.

  3. 3

    હવે તેને બે હાથની મદદથી પ્રેસ કરી પાણી નિતારી લો. અને સર્વિંગ પ્લેટમાં તૈયાર કરી જરૂર મુજબ દહીં, મરચું પાઉડર, શેકેલું જીરૂ પાઉડર, દાડમના દાણા, ખજૂર આમલીની ચટણી ફુદીનાની ચટણી ઝીણી સેવ અને કોથમીરથી ગાર્નિશ કરો. તો તૈયાર છે એકદમ ચટાકેદાર દહીં વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niral Sindhavad
પર

ટિપ્પણીઓ (7)

Swati Bharadwaj
Swati Bharadwaj @explorefoodwithSwati
Nice recipe👍
Presentation is also neat👌
🌹
I have tried some new recipes do take a look to like and comment and follow to encourage 😊😊

Similar Recipes