કાજુ અંજીર શેક ‌(Kaju Anjeer Shake Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#ff1
#post2

ઘરે મેહમાન આવ્યા હોય, ગરમી હોય કે ઉપવાસ હોય બધા ઘરે શેક તો બનાવતા જ હોય છે.
કાજુમાં વિટામિન એ, બી, સી, ઇ, કે વગેરે જોવા મળે છે. કાજુમાં વિટામિન ઇ વધારે છે. કાજુમાં ફાઈબર પણ વધુ માત્રામાં જોવા મળે છે. કાજુમાં આયર્ન પણ હોય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, જસત જેવા ખનિજો પણ આ ડ્રાયફ્રૂટમાં જોવા મળે છે.

અંજીરમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર, કોપર, મેંગેનીઝ અને લોહતત્વ ભરપૂર માત્રામાં રહેલા છે.
અંજીર રક્તની શુદ્ધિ કરવામાં ઉપયોગી છે ‌.
હાડકાના વિકાસ માટે પણ ઉપયોગી છે ‌
કબજિયાતની સમસ્યામાં ફાયદાકારક છે.

આ પૌષ્ટિક અને આર્યન થી ભરપૂર કાજુ અંજીર શેક બહુ જ રોયલ લાગશે અને સ્વાદ માં પણ બહુ જ સરસ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 5-7અંજીર (30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો.)
  2. 10-12કાજુ
  3. 3-5ખડી સાકરના ટુકડા
  4. 250મિલી દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અંજીર ને બરાબર ધોઈ અને 30 મિનિટ સુધી પાણી માં પલાળી દો.

  2. 2

    કાજુ અને અંજીર પલળી જાય પછી એક મિક્ષર જાર માં કાજુ, ખડી સાકર અને અંજીર મિક્ષ કરો અને પીસી લો. પછી તેમાં દૂધ મિક્ષ કરો અને ફરીથી બરાબર એક રસ થાય ત્યાં સુધી પીસી લો.

  3. 3

    સર્વ કરવા ના ગ્લાસ/બોટલમાં ભરી લો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes