મિક્સ વેજ મેક્રોની એલ્બો   પાસ્તા (Mix Veg Macaroni Elbo Pasta Recipe In Gujarati)

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે
  1. 50 ગ્રામમેક્રોની પાસ્તા
  2. 50 ગ્રામએલબો પાસ્તા
  3. 1 વાટકીમિક્સ સમારેલ કોબી ગાજર ડુંગળી મરચા
  4. 2 ચમચીરેડ ચીલી સોસ
  5. 1 ચમચીસોયા
  6. 2 ચમચીટોમેટો કેચઅપ
  7. 1/4 ચમચી આજીનો
  8. 1 ચમચીમિક્સ હબ્સ
  9. 2 ચમચીપાસ્તા મસાલો
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. 1ચમચો તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક કડાઈ માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું તેમાં એક ચમચી તેલ અને મીઠું નાખી પાણી ઉકળવા લાગે એટલે તેમાં પાસ્તા નાંખી બાફી લેવા

  2. 2

    અને ચારણી નાંખી પાણી નીતરવા દેવું

  3. 3

    હવે બધાં વેજીટેબલ ધોઈ નાંખો અને બારીક સમારી લો

  4. 4

    એક ચમચો તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલા કાંદા લસણ ગાજર કોબી મરચાં નાખો અને બે મિનિટ સુધી હલાવતા રહેવું

  5. 5

    પછી તેમાં મિક્સ હર્બ પાસ્તા મસાલો આજીનો મોટો મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દો અને અધકચરા ચડે ત્યાં સુધી હલાવતા રહેવું

  6. 6

    પછી બાફેલાં પાસ્તા ઉપર રેડ ચીલી સોસ સોયા સોસ રેડી બધું મિક્સ કરી ઉપર નીચે કરી બે મિનિટ સુધી હલાવતા રહેવું ટોમેટો કેચઅપ લીંબુ રસ મિક્સ કરીને નીચે ઉતારી બાઉલ માં ભરી લો અને પછી ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
પર

Similar Recipes