પેને પાસ્તા ઈન રેડ સોસ (Penne Pasta In Red Sauce Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૧ કપપેને પાસ્તા
  2. ૧/૨ કપટોમેટો પ્યુરી
  3. ૧ નંગમોટી ડુંગળી બારીક સમારેલી
  4. ૭-૮ નંગ લસણ બારીક સમારેલું
  5. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. ૧/૨ ચમચીસોયા સોસ
  7. ૧ ચમચીરેડ ચીલી સોસ
  8. ૩-૪ ચમચી કેચઅપ
  9. મીકસ હર્બસ જરુર મુજબ
  10. મીઠુ ટેસ્ટ મુજબ
  11. તેલ જરુર મુજબ
  12. ૩ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં મીઠુ નાખો. પાણી ઉકળે એટલે તેમાં પેને પાસ્તા નાખી દો. તે બફાઈ જાય એટલે તેને ચારણીમાં કાઢી તેની પર ઠંડુ પાણી રેડી દો.

  2. 2

    હવે એક પેનમાં તેલ લઈ લો. તેમાં આદુ મરચાની પેસ્ટ, ડુંગળી, લસણ ને થોડુ મીઠુ નાખી સાંતળો. હવે તેમાં ટોમેટો પ્યુરી નાખી દો. તે સરસ ચડી જાય એટલે તેમાં રેડ ચીલી સોસ, સોયા સોસ, ટોમેટો કેચઅપ નાખી હલાવી તેમાં પેને પાસ્તા નાખી સરસ મીકસ કરી દો.

  3. 3

    છેલ્લે તેમાં મીકસ હર્બસ નાખી ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે ગરમાગરમ ને ટેસ્ટી પેને પાસ્તા ઈન રેડ સોસ.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes