મિક્સ લોટ ના મૂઠિયાં (Mix Flour Muthia Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2ઝૂડી મેથી ની ભાજી
  2. 1-1/2 કપ ચણાનો લોટ
  3. 2 ચમચીબાજરાનો લોટ
  4. 3 ચમચીઘઉંનો કરકરો લોટ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1/2 ચમચીધાણાજીરું
  9. 1/2 ચમચીલસણની ચટણી
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. 1 ચમચીખાંડ
  12. 1 ચમચીલીંબુનો રસ
  13. 1 ટી.સ્પૂનસોડા
  14. 2 ચમચીતેલ
  15. 1/2 કપપાણી
  16. વઘાર માટે
  17. 3 ચમચીતેલ
  18. 1 ચમચીરાઈ
  19. 1 ચમચીજીરૂ
  20. 1 ચમચીસફેદ તલ
  21. 5/6લીમડાના પાન
  22. 2લીલા મરચા
  23. 1/2 ચમચીખાંડ
  24. 1/2 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભાજી ને ધોઈ ને મિક્સી 2 ચમચી પાણી ઉમેરી થોડી ગ્રાઈન્ડ કરી લો.હવે બધા લોટ લો.

  2. 2

    તેમાં ભાજી,બધા મસાલા, ખાંડ ઉમેરો. હવે એક વાટકી મા સોડા લો.તેમાં લીંબુનો રસ ઉમેરી લોટ મા ઉમેરો.

  3. 3

    હવે બધુ મિક્સ કરી પાણી થી લોટ બાધી લો.તેલ થી સહેજ કૂણવી લો.

  4. 4

    તપેલીમાં પાણી ગરમ મૂકી ઉપર ચારણી મૂકો.હવેતેલ વાળો હાથ કરી લોટ માથી મૂઠિયાં તૈયાર કરી તેમા મૂકો.

  5. 5

    ઢાંકી ને 15 મિનીટ થવા દો.ઠરે એટલે સમારી લો.

  6. 6

    મરચાં ને સમારી લો.કડાઈમાં તેલ ગરમ કરી રાઈ,જીરૂ, તલ,લીમડો ઉમેરો. તતડે એટલે મરચાં, ખાંડ,ઉમેરી હલાવી મૂઠિયાં ઉમેરો.

  7. 7

    પ્રોપર મિક્સ થાય એટલે ઉતારી ગરમાગરમ સર્વ કરો.

  8. 8

    તૈયાર છે મિક્સ લોટ ના મૂઠિયાં..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes