મિક્સ લોટ ના મુઠીયા (Mix Flour Muthia Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

દરેક ગુજરાતી નુ ભાવતું , હેલ્ધી ફરસાણ એટલે મુઠીયા જે નાસ્તામાં કે ડીનર મા ખાઈ શકાય છે

મિક્સ લોટ ના મુઠીયા (Mix Flour Muthia Recipe In Gujarati)

દરેક ગુજરાતી નુ ભાવતું , હેલ્ધી ફરસાણ એટલે મુઠીયા જે નાસ્તામાં કે ડીનર મા ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
  1. ૧ કપઘઉંનો કરકરો લોટ
  2. ૧ કપજુવાર નો લોટ
  3. ૧ કપહાંડવા ઢોકળા નો લોટ
  4. 1-1/2 કપ છીણેલી દૂધી
  5. ૧ કપમેથી ની ભાજી
  6. ૧ કપદહીં
  7. ૩ ટીસ્પૂનગોળ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ ટીસ્પૂનઅજમો
  10. ૧ ટીસ્પૂનહળદર
  11. ૧ ટીસ્પૂનધાણાજીરું
  12. ૧ ટીસ્પૂનલાલ મરચું
  13. ૨ ટીસ્પૂનતલ+ ૨ ટીસ્પૂન તલ
  14. ૩ ટીસ્પૂનમોણ માટે તેલ + ૨ ટીસ્પૂન તેલ
  15. ૧ ટીસ્પૂનઆદુની પેસ્ટ
  16. ૧ ટીસ્પૂનમરચા ની પેસ્ટ
  17. ૧ ટીસ્પૂનલસણીયુ મરચું
  18. ૧ ટીસ્પૂનરાઈ
  19. ૧ ટીસ્પૂન જીરુ
  20. ૧/૨ ટીસ્પૂનહિંગ
  21. ડાળખી મીઠો લીમડો
  22. સુકા મરચા
  23. ૧/૪ કપલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બધાં જ લોટ ભેગા કરી તેલનું મોણ નાખી મોઇ લો, ભાજી સમારી ધોઈ લો, દુધી ને છીણી લો,

  2. 2

    લોટ માં કોરાં મસાલા, દહીં, ગોળ, ભાજી, દુધી બધું જ બરાબર મિક્ષ કરી લો

  3. 3

    આ મિશ્રણને ૧૦ મિનિટ સુધી રહેવા દો, પછી ફરી થી બરાબર મસળી લો, જેથી થોડું ઢીલાં લોટ જેવું બધાશે, પછી ઢોકળી યા મા પાણી ગરમ કરવા મૂકો, થાળી ને તેલ થી ગ્રીસ કરી લો, મુઠીયા માટે રોલ વાળી થાળી માં મૂકી દો,

  4. 4

    ૩૦ મિનિટ સુધી મીડીયમ આંચ પર થવા દો, મૂઠીયા બફાઈ જાય એટલે ૧૦ મિનિટ સુધી રહેવા દો, ઠંડુ પડે એટલે એક કઢાઈમાં તેલ રાઈ, જીરુ વઘારીયા મરચાં, ‌હીંગ, મીઠો લીમડો, લસણની ચટણી ઉમેરી મુઠીયા વઘારી લો, લીલા ધાણા ભભરાવી સર્વ કરો, ચા કે ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકાય છે

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes