ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Deepika Parmar
Deepika Parmar @cook_30111179
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
8 લોકો
  1. 200 ગ્રામચણા નો લોટ
  2. 1 બાઉલ સમારેલી મેથી
  3. 2ટામેટા ની પ્યૂરી
  4. 2 ચમચીઆદુ લીલા મરચા કોથમીર ની પેસ્ટ
  5. 1 કપપાપડી
  6. 5 નંગરીંગણ
  7. 1બટાકુ
  8. 1 કપવટાણા
  9. 1 કપવાલોર
  10. 1 નંગગાજર
  11. 1 કપતુવેર ના દાણા
  12. 1 કપગવાર
  13. 1 નંગજામફળ
  14. 1 કપવાલ
  15. 1 કપફણસી
  16. 1 વાડકીજેટલું ફ્લાવર
  17. 2 ચમચીઊંધિયા મસાલો
  18. 1/4 ચમચીહળદર
  19. 1/2 ચમચી ધાણાજીરું
  20. 1 ચમચી મરચુ
  21. મીઠુ સ્વાદ અનુસાર
  22. 1 ટુકડો તજ
  23. 2 લવિંગ
  24. 1 તમાલપત્ર
  25. 1 બાદિયા
  26. વરિયાળી
  27. ચપટી તલ, વઘાર માટે
  28. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ વડી બનાવા માટે એક બાઉલ મા સમારેલી મેથી લઇ એમાં ચણા નો લોટ, હળદર, મરચુ, મીઠુ અને એક ચમચી તેલ મા ચપટી ખાવાનો સોડા ઉમેરી થોડુ પાણી નાખી વડી બનાવી ગરમ તેલ મા મીડીયમ તાપે તળી લેવી

  2. 2

    હવે આ જ તેલ મા વઘાર માટે પેલા બધા ખડા મસાલા નાખવા. ત્યાર પછી એમાં વરિયાળી અને તલ નાખવા.. સેજ ફૂટે અટલે એમાં આદુ મરચા કોથમીર ની પેસ્ટ નાખી ચડવા દેવુ

  3. 3

    હવે એમાં પેલા બધા જ દાણા વાળા શાક નાખવા અને 15 મિનિટ ઢાંકણ ઢાંકી ચડવા દેવા

  4. 4

    દાણા ના શાક અધકચરા ચડી જાય પછી એમાં બીજા લીલા શાકભાજી નાખી દેવા અને થોડી લીલી મેથી પણ નાખી દેવી

  5. 5

    હવે આ બધા શાકભાજી મા સૂકા મસાલા કરવા અને ઊંધિયું મસાલો નાખવો અને આ બધું 15 મિનિટ ચડવા દેવુ

  6. 6

    બધું શાક ચડે એટલે લાસ્ટ મા ટામેટા ની પ્યુરી નાખી હજી 10 મિનિટ ચડવા દેવુ

  7. 7

    હવે બધું શાક સરસ ચડી જાય એટલે એમાં તૈયાર કરેલ વડી ઉમેરી ઢાંકણ ઢાંકી 5 મિનિટ થવા દેવુ.. બસ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ પીરસવું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Parmar
Deepika Parmar @cook_30111179
પર

Similar Recipes