અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

Deepika Parmar
Deepika Parmar @cook_30111179
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 2 કપઅડદ દાળ
  2. 1 ચમચીલસણ નો મસાલો
  3. 1લીલું મરચુ, આદુ
  4. 1નાનું ટામેટું
  5. કોથમીર
  6. 1/4 ચમચી હળદર
  7. 1/2 ચમચીધાણાજીરું
  8. મીઠુ
  9. 1 ચમચીલાલ મરચુ
  10. 2 મોટા ચમચાતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અડદ દાળ ને કૂકર મા બાફી લેવી

  2. 2

    હવે એક કડાઈ મા તેલ મૂકી ગરમ થાય એટલે જીરું નાખી લસણ નો મસાલો નાખવો. મસાલો ચડી જાય એટલે ટામેટું લીલું મરચુ આદુ નાખી સેજ સાંતળવું

  3. 3

    હવે એમાં સૂકા મસાલા નાખી મસાલા થાય ત્યા સુધી થવા દેવુ. અને પછી એમાં બાફેલી અડદ ની દાળ ઉમેરવી. સરસ મિક્સ કરી લેવું થોડુ પાણી નાખી ઉકળવા દેવુ

  4. 4

    તો તૈયાર છે અડદ દાળ. એમાં ઉપરથી એક ચમચી શીંગ તેલ અને શેકેલા જીરા પાઉડર નાખી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Parmar
Deepika Parmar @cook_30111179
પર

Similar Recipes