ભરેલા રીંગણ.(Bharela Ringan recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ રીંગણ
  2. ૫૦ ગ્રામ મોળી સેવ
  3. ૨ ચમચી સિંગદાણા નો ભૂકો
  4. ૧ ચમચી તલ
  5. ૧ ચમચી ચણા નો લોટ
  6. ૧ ચમચી લસણ ની પેસ્ટ
  7. ૧ ચમચી ગોળ
  8. ૧ ચમચી લીંબુનો રસ
  9. ૨ ચમચી લાલ મરચું
  10. ૨ ચમચી ધાણાજીરૂ
  11. ૧/૨ ચમચી હળદર
  12. ૧/૨ ચમચી ગરમ મસાલો
  13. ૨ ચમચી તેલ (મોણ)
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. ૨ મોટી ચમચી તેલ (વઘાર)
  16. ૧ ટામેટું સમારેલુ
  17. ૧/૨ ચમચી રાય,જીરૂ,હિંગ
  18. ૨ ચમચી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    રીંગણ ને ધોઈ ચાર કાપા કરી રવૈયા જેવા કટ કરવા.એક ડીશ માં મસાલા ના ઘટકોને મિક્સ કરી રવૈયા નો મસાલો તૈયાર કરવા.કટ કરેલા રીંગણ માં મસાલો ભરી દો.

  2. 2

    ત્યાર બાદ એક કડાઈ માં તેલ નાખો.વઘાર કરી રવૈયા એડ કરવા.મિક્સ કરી બે મિનિટ તેલ માં થવા દો.બાકી મસાલો એડ કરો.

  3. 3

    ટામેટું એડ કરો.રીંગણ ડૂબે તેટલું પાણી ઉમેરો.ધીમા ગેસ પર દસ મિનિટ ઢાંકીને થવા દો.કોથમીર નાખી ઉપયોગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes