ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
3 વ્યક્તિ
  1. ૧ નંગમોટું બટાકુ સમારેલ
  2. મોટું રીંગણ સમારેલ
  3. 1/2 કપ ફ્લાવર
  4. ૧/૪ કપવટાણા
  5. ૧/૪ કપતુવેર
  6. ૧/૪ કપવાલોર
  7. ૧/૪ કપસુરતી પાપડી
  8. ૨ નંગટામેટાં ઝીણા સમારેલા
  9. ૧/૪ કપલીલું લસણ સમારેલો
  10. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  11. ૨ મોટા ચમચાતેલ
  12. ૧ ચમચીજીરૂ
  13. ૧/૪ ચમચીહળદર
  14. ૨ ચમચીધાણાજીરું પાઉડર
  15. ૧ ચમચીમરચું પાઉડર
  16. સ્વાદ અનુસારમીઠું
  17. ૧/૨ ચમચીગરમ મસાલો
  18. તમાલપત્ર
  19. લવિંગ
  20. તજ નો ટુકડો
  21. ૧/૪ કપસમારેલી કોથમીર
  22. વડી બનાવવા માટે સામગ્રી
  23. ૧ કપચણાનો લોટ
  24. ૧ ચમચીઘઉંનો લોટ
  25. ૧/૨ કપસમારેલી મેથી
  26. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  27. ૧ ચમચીલસણની પેસ્ટ
  28. ૧/૪ કપસમારેલા ધાણા
  29. ૧/૪ ચમચીહળદર
  30. સ્વાદ અનુસારમીઠું
  31. ચપટીસોડા
  32. ૧ ચમચીતેલ
  33. પાણી જરૂર મુજબ
  34. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    વડી બનાવવા માટેની બધી સામગ્રી વાસણમાં લઈ જરૂર મુજબ પાણી નાખી વડી બનાવી ગોલ્ડન રંગની તળી લેવી

  2. 2

    હવે કુકરમાં તેલ નાખી ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર,લવિંગ, તજ અને જીરૂનો વઘાર કરી લીલુ લસણ આદુ મરચાની પેસ્ટ સાંતળો.

  3. 3

    હવે તેમાં લીલા શાકભાજી નાખી સમારેલા બટેકુ, રીંગણું અને ફ્લાવર નાખી બરાબર મિક્સ કરો

  4. 4

    હવે તેમાં સુકા મસાલા તેમજ મીઠું નાખી બરાબર મિક્સ કરી ટામેટાં અને સમારેલ કોથમીર નાખી બરાબર મિક્સ કરો.

  5. 5

    એક મિનિટ પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી પાણી ઊકળે એટલે તળેલી વડી તેમાં નાખી બરાબર મિક્સ કરી ઢાંકણ બંધ કરી ચાર સીટી ધીમા તાપે વગાડી લો

  6. 6

    તો તૈયાર છે ઊંધિયું. તેને રોટલી ગોળ તેમજ છાશ સાથે મેં સર્વ કર્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes