પાલક પૌંઆ ના મુઠીયા (Palak Poha Muthia Recipe In Gujarati)

Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta

પાલક પૌંઆ ના મુઠીયા (Palak Poha Muthia Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. 1 કપઘઉં નો જાડો લોટ (ભરડેલુ)
  2. 1 કપઘઉં નો લોટ
  3. 1 કપપાલક પ્યુરી
  4. 1 કપદહીં
  5. 1 કપપૌંઆ
  6. 1 ચમચીમરચું પાઉડર
  7. 1 ચમચીધાણાજીરૂ પાઉડર
  8. 1/2 ચમચી હળદર
  9. 1/2 ચમચી સોડા
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1 ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  12. 1/2 કપ તેલ
  13. 1 ચમચીતલ
  14. 1/2 ચમચી રાઈ
  15. 1/2 ચમચી હીંગ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    એક વાસણમાં બંને લોટ લઈ તેમાં મસાલા અને બે ચમચી તેલ નાખી બરાબર મસળી લો.

  2. 2

    બીજા વાસણમાં પૌંઆ ને દહીં માં દસ મિનિટ માટે પલાળી રાખો.

  3. 3

    હવે લોટ માં પલાળેલા પૌંઆ નાખી મિક્સ કરી લો.

  4. 4

    પાલક ની પ્યુરી ઉમેરો અને મુઠીયા નો લોટ તૈયાર કરો.

  5. 5

    હવે લોટ ના મુઠીયા વાળી તેને ઢોકળીયા મા ૧૫ થી ૨૦ મિનિટ માટે બફાવા દો.

  6. 6

    મુઠીયા ને ઠંડા થાય પછી કટ કરી લો.

  7. 7

    હવે વધાર માટે વાસણમાં તેલ ગરમ થાય એટલે રાઈ, હીંગ ઉમેરો. પછી તલ નાખી મિક્સ કરી લો. હવે તેમાં મુઠીયા ઉમેરો અને બરાબર હલાવી લો.

  8. 8

    પાંચ મિનિટ માટે ધીમા ગેસ ઉપર રહેવા દો.

  9. 9

    ગરમ ગરમ મુઠીયા ને કઢી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta
પર
cooking is my passion ❤️
વધુ વાંચો

Similar Recipes