પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

##FFC5
#Week 5
#Dinner recipe cooksnap challenge
#WDC
મેં આ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી શ્વેતા શાહ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ શ્વેતાબેન રેસિપી શેર કરવા બદલ

પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)

##FFC5
#Week 5
#Dinner recipe cooksnap challenge
#WDC
મેં આ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી શ્વેતા શાહ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ શ્વેતાબેન રેસિપી શેર કરવા બદલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫થી 30 મિનિટ
બે લોકો માટે
  1. ૫૦૦ ગ્રામ ઝીણી સમારેલી પાલક
  2. 1+1/2 થી 2 કપ ચણાનો લોટ
  3. ૧ મોટો કપ છાસ (સહેજ ખાટી હોય તેવી)
  4. 1 મોટી ચમચીહળદર
  5. 2 મોટી ચમચીલાલ મરચું પાઉડર
  6. 2 ચમચીધાણાજીરૂ
  7. 1 મોટી ચમચીગરમ મસાલો
  8. ૧ ચમચી અજમો
  9. 2 થી 3 ચમચી ગોળ
  10. 2 ચમચીતલ
  11. ૩ ચમચી તેલ
  12. 1 મોટી ચમચીલીંબુનો રસ
  13. વઘાર માટે
  14. 2 ચમચીતેલ
  15. ૧ ચમચી રાઈ
  16. ૧ ચમચીતલ
  17. 1/4 ચમચી હિંગ
  18. 7 થી 8 મીઠા લીમડાના પાન
  19. સૂકા લાલ મરચાં
  20. ગાર્નીશિંગ માટે
  21. કોથમીર અને લીલા કોપરાની છીણ
  22. 1/4 ચમચી ખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

૨૫થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલક ના પાન ને સારી રીતે ધોઈને કોરા કરી જીણા સમારી લેવા

  2. 2

    હવે એક બાઉલમાં છાશ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મરચું હળદર ધાણાજીરું
    ગરમ મસાલો તલ તેલ અને લીંબુનો રસ અજમો અને ગોળ નાખી મિક્સ કરી લેવું

  3. 3

    પછી તેમાં ચણાનો લોટ નાખી મિક્સ કરી થીક બેટર તૈયાર કરવું

  4. 4

    હવે તેમાં ખાવાનો સોડા ઉમેરીને તેની ઉપર બે ચમચી પાણી ઉમેરી ફરીથી બરાબર મિક્સ કરી લેવું હવે તેમાં સમારેલી પાલક ઉમેરી મિક્સ કરી લેવું

  5. 5

    પહેલેથી કડાઈમાં પાણી ઉમેરીસ્ટીમ ગરમ કરવા મૂકી દેવું

    પછી ગ્રીસ કરેલી થાળી માં ખીરુ પાથરી દેવું

  6. 6

    હવે પાત્રા ને ધીમા ગેસ ઉપર પંદરથી વીસ મિનિટ માટે ઢાંકી ને સ્ટીમકરવા મૂકી દેવા

  7. 7

    પાત્રા સ્ટીમ થઈ જાય એટલે તેને કટ કરી ઠંડા કરી લેવા

  8. 8

    વઘાર માટે એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ લીમડાના પાન તને સૂકા લાલ મરચાં આંબલીની ગળી ચટણી નાખી મિક્સ કરી લો અને તેમાંકટકરેલ પાત્રા નાખી હળવા હાથે મિક્સ કરી લેવું

  9. 9

    પછી પાત્રાને લીલા કોપરા ના છીણ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes