મેથી મટર મલાઈ પરાઠા (Methi Matar Malai Paratha Recipe In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપવટાણા
  2. 2 ટેબલસ્પૂનલીલા આદુ મરચાની પેસ્ટ
  3. 1 ટેબલસ્પૂનસૂકું લસણ ઝીણું સમારેલા
  4. 2 ટેબલસ્પૂનલીલું લસણ
  5. 2 ટેબલસ્પૂનલીલા ધાણા
  6. 1/2 ટીસ્પૂનહળદર
  7. 1 ટેબલસ્પૂનધાણાજીરું
  8. 1/2 ટીસ્પૂનજીરું પાઉડર
  9. 1 ટેબલસ્પૂનઆમચૂર પાઉડર
  10. 1/4 ટીસ્પૂનહીંગ
  11. 1 ટીસ્પૂનગરમ મસાલો
  12. 100 ગ્રામચીઝ
  13. 1 ટીસ્પૂનઘી
  14. 2 ટેબલસ્પૂનતેલ
  15. પરાઠા ના લોટ માટે
  16. 3 કપમેંદો
  17. 1/2 કપમલાઈ
  18. 250 ગ્રામમેથી ની ભાજી
  19. 1 ટીસ્પૂનઘી
  20. 1 ટેબલસ્પૂનચીલી ફ્લેકસ
  21. 1 ટીસ્પૂનમરી પાઉડર
  22. 1 ટીસ્પૂનધાણા જીરું
  23. 1 ટીસ્પૂનગરમ મસાલો
  24. પરાઠા સેકવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કઢાઈમાં ઘી મૂકી ગેસ ધીમો કરી દો ઘી ગરમ થાય એટલે એમાં વટાણા ઉમેરી સરસ હલાવી લઈ ઢાંકણ ઢાંકી થવા દો ગેસ ધીમો જ રાખવો વચ્ચે વચ્ચે વટાણા માં ચમચો ફેરવી આપો 10 મિનિટ જેવા સમયમાં વટાણા થોડા સોફ્ટ થય જશે. હવે વટાણા ઠંડા પડે એટલે ચોપર માં ક્રશ કરી લો.

  2. 2

    હવે કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ મુકી હીંગ નો વઘાર કરી એમાં લસણ, કાપેલા મરચાં, આદુ મરચાં ની પેસ્ટ, ઉમેરી ધીમા તાપે 1 મિનિટ સાતડી લ્યો હવે એમાં,ધાણાજીરું, હળદર, મીઠું, આમચૂર પાઉડર, જીરું પાઉડર ઉમેરી મિક્સ કરી દો હવે એમાં ચણા નો લોટ ઉમેરી 2 મિનિટ ધીમા તાપે સરસ સેકી લો. હવે એમાં ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી ક્રશ કરેલા વટાણા ઉમેરો મિક્સ કરતા જઈ સરસ એક સરખું થાય ત્યાં સુધી થવા દો. પછી લસણ ધાણા ઉમેરી મિશ્રણ ઠંડુ પડવા દો.

  3. 3

    હવે એક કઢાઈમાં 1 ટીસ્પૂન ઘીમૂકી સમારેલીભાજી ઉમેરી થોડી ચળી જાય ત્યાં સુધી સાતડો હવે ભાજી થોડી ઠંડી પડે પછી એક વાસણ માં મેંદો લઈ મેંદામાં મીઠું, ધાણાજીરું, મરી પાઉડર, ચીલી ફ્લેકસ, નાખી સરસ મિક્સ કરી લો પછી એમાં ઠંડી પડેલી ભાજી ઉમેરી બધું સરસ મિક્સ કરી લો. પછી એમાં મલાઈ ઉમેરી જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરાતાં જઈ રોટલી જેવો લોટ બાંધી 15 મિનિટ ઢાંકીને રહેવા દો.

  4. 4

    હવે એકસરખા લૂવા કરી લ્યો. હવે વટાણા ના મિશ્રણમાં ચીઝ ઉમેરી સરસ રીતે મિક્સ કરો. પછી એક લૂવો લઈ પૂરી જેવો વણી એમાં વટાણા નું પૂરણ જોઈતા પ્રમાણમાં વચ્ચે મૂકી ગોળ કચોરી જેવો લૂવો બનાવી દો હવે હળવા હાથે ગોળ પરાઠા વણી ગેસ પર ધીમા તાપે ઘી મૂકી ગુલાબી પરાઠા સેકી લો. પછી સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes