વેજ તવા પુલાવ (Veg Tawa Pulav Recipe in Gujrati)

વેજ તવા પુલાવ (Veg Tawa Pulav Recipe in Gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચોખાને પાણીમાં પલાળી રાખો.૨૦ મિનિટ બાદ બે વખત ધોઈને પાણી નીતારી લો. મેં અહીં કૂકરમાં બાફી લીધાં છે. તમારે છુટાં રાંધવા હોય તો એ રીતે રાંધવા. કૂકરમાં બાફવા માટે ૫ કપ પાણી ઉમેરી રાંધવા. જે કપથી ચોખા લીધા હોય એ જ કપથી પાણી લેવું અને ૨ સીટી વગાડી લો.
- 2
હવે બધી સામગ્રી ભેગી કરી લો.એક પેનમાં ૩ ચમચી બટર અને તેલ ઉમેરી વટાણા ૫ મિનિટ સુધી સાંતળો.
- 3
હવે ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી ૨ થી ૩ મિનિટ સુધી સાંતળવું. ત્યાર બાદ ટામેટા અને બટાકા ઉમેરીને બરાબર મિક્સ કરો અને ૫ મિનિટ સુધી થવા દો.હવે વચ્ચે ૧ ચમચી બટર ઉમેરી પાવભાજી મસાલો, લસણની ચટણી, કાશ્મીરી મરચું અને લાલ મરચું પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 4
હવે મીઠું નાખી મિક્સ કરી લો. રાંધેલા ભાત છુટા કરી થોડા થોડા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
- 5
છેલ્લે સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 6
એક સર્વીંગ પ્લેટમાં તૈયાર પુલાવ કાઢી એને બુંદી રાઈતુ અને પાપડ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (13)