વેજિટેબલ ચીઝ પરાઠા(vegetable cheese recipe in Gujarati)

અત્યારના બાળકો લીલા શાકભાજી ખાવામાં આનાકાની કરે છે ત્યારે આપણી ફરજ છે કે આપણે તેને ભરપૂર પ્રોટીનવાળો ખોરાક બનાવીને ખવડાવી એ તો એટલે જ હું લઈને આવી છું વેજીટેબલ ચીઝ પરાઠા

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી ગાજર કેપ્સિકમ અને લીલી ડુંગળી બધુ ઝીણું સમારી લો હવે એક બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરો હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને કણક તૈયાર કરો
- 2
વેજિટેબલ પરાઠા માં એક બાબતનું ખાસ ધ્યાન રાખવુ એક પરાઠા બનાવવું છે તો તેના માટે પહેલા એક જ પરાઠા જેટલો મસાલો તૈયાર કરવો સૌપ્રથમ એક બાઉલમાં થોડી કોબી ગાજર કેપ્સિકમ ડુંગળી અને કોથમીર ને મિક્સ કરો ત્યારબાદ બે ચમચી જેટલું ચીઝ મિક્સ કરો.હવે તેમાં 1/2ચમચી હળદર ચપટી હિંગ 1/2ચમચી ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો
- 3
તૈયાર કરેલ લોટમાંથી એક લુવો લઇ તેમાંથી રોટલી જેવડી ગોળ ત્યારબાદ તેમાં તૈયાર કરેલો મસાલો મૂકો હવે તેને બધી બાજુથી પેક કરી ઉપર વધે તે કાઢી તેને અટામણ માં ડીપ કરી તેનું પરોઠા વણો
- 4
હવે પરાઠાને તવા પર મૂકી બંને બાજુ તેલ લગાડી ગોલ્ડન કલરનો શેકી લો ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો કટ કરી તેનું પળ ઉખાડી લો હવે તેના પર ચીઝ ખમણી ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)