સેટરડે સ્પેશિયલ (Saturday Special menu recipe in Gujarati)

એય ને વાતાવરણમાં ઠંડક હોઈ અને એમાં પણ શનિવાર હોય તો રોટલા સાથે અડદ ની દાળ, લસણની ચટણી ખાવાની મજા જ કંઈક ઔર છે....
સેટરડે સ્પેશિયલ (Saturday Special menu recipe in Gujarati)
એય ને વાતાવરણમાં ઠંડક હોઈ અને એમાં પણ શનિવાર હોય તો રોટલા સાથે અડદ ની દાળ, લસણની ચટણી ખાવાની મજા જ કંઈક ઔર છે....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તો 1/2દાળ બનાવી લેવી, જેની રેસીપી મેં આગળ આપેલી છે.
- 2
ત્યારબાદ ભીંડા ના શાક માટે એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે ચપટી હિંગ ઉમેરે ભીંડા ઉમેરવા તેમાં હળદર અને જરૂર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી એક મિનિટ માટે ઢાંકણ ઢાંકી ચડવા દેવું. ચેક કરવું, ફરી ઢાંકણ ઢાંકી એક મિનિટ માટે રહેવા દો,જો ભીંડા ચઢી ગયા હોય તો તેમાં બટેટા અને બધા મસાલા ઉમેરી મિક્સ કરી એક મિનિટ માટે રહેવા દેવું. આમ તૈયાર થશે આપણુ ભીંડા બટેટા નું સૂકું શાક.
- 3
ત્યારબાદ ગેસ ઉપર તાવડી ગરમ કરવા મૂકવી, તાવડી ગરમ થાય એ દરમ્યાન બન્ને લોટ મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી સરસ થી મસળી તેમાંથી લૂઓ કરી હાથેથી રોટલો ઘડી ને બનાવી તાવડીમાં નાખી રોટલી ની જેમ બંને સાઇડ ફેરવી રોટલો ફુલે એ રીતે બનાવી નીચે ઉતારવું. આ રીતે ચાર રોટલા બનાવી લેવા.
- 4
હવે જ્યારે જમવા બેસો ત્યારે રોટલા સાથે માખણ લેવું. સાથે સાથે દાળ શાક અને બધા અથાણા, લસણની ચટણી,છાસ સાથે લઈ જમવાની મોજ માણવી... આમ તૈયાર થશે આપણુ દેશી ખાણું....
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ (13)