મલાઈ કોફ્તા કરી(Malai kofta curry recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#નોર્થ
મલાઈ કોફ્તા એ એક લોકપ્રિય નોર્થ ઈન્ડિયન સબ્જી છે જે સામાન્ય રીતે બધા જ રેસ્ટોરન્ટ માં ઉપ્લબ્ધ હોય છે. આમ તો કોફ્તાના મિશ્રણમાં વધારે મસાલા એડ કરવામાં આવતા નથી પરંતુ હું કોફ્તામા મસાલા એડ કરું છું. ખુબ જ સરસ બને છે. આમા મલાઈ, કાજુની પેસ્ટ વગેરે ઉમેરવામાં આવે છે જેથી એકદમ રીચ બને છે. તમે પણ ચોક્કસ બનાવજો આ રીતે.

મલાઈ કોફ્તા કરી(Malai kofta curry recipe in Gujarati)

#નોર્થ
મલાઈ કોફ્તા એ એક લોકપ્રિય નોર્થ ઈન્ડિયન સબ્જી છે જે સામાન્ય રીતે બધા જ રેસ્ટોરન્ટ માં ઉપ્લબ્ધ હોય છે. આમ તો કોફ્તાના મિશ્રણમાં વધારે મસાલા એડ કરવામાં આવતા નથી પરંતુ હું કોફ્તામા મસાલા એડ કરું છું. ખુબ જ સરસ બને છે. આમા મલાઈ, કાજુની પેસ્ટ વગેરે ઉમેરવામાં આવે છે જેથી એકદમ રીચ બને છે. તમે પણ ચોક્કસ બનાવજો આ રીતે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
4 વ્યક્તિ
  1. કોફ્તા બનાવવા માટે
  2. 4બાફેલા બટેટા
  3. 3-4પાઉ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. તેલ 2 ટે.ચમચી
  6. આદુ મરચાં ની પેસ્ટ 1 ટે.ચમચી
  7. 5-6સમારેલા મીઠા લીમડાના પાન
  8. 1 ટી.સ્પૂનહિંગ
  9. 1/2 ટી.સ્પૂનહળદર
  10. 1 ટી.સ્પૂનમરચું
  11. 1/2 ટી.સ્પૂનગરમ મસાલો
  12. ગ્રેવી બનાવવા માટે
  13. તેલ 2 ટે.ચમચી
  14. ઘી 2 ટે.ચમચી
  15. 1તમાલપત્ર
  16. 1તજ
  17. 1લવિંગ
  18. 1ઇલાયચી
  19. 1મોટો એલચો
  20. 1સૂકું લાલ મરચું
  21. 1 કપડુંગળીની પેસ્ટ
  22. 1/4 કપકાજુની પેસ્ટ
  23. આદુ લસણની પેસ્ટ 1 ટે.ચમચી
  24. 2 કપટોમેટો પ્યોરી
  25. મીઠું સ્વાદ અનુસાર
  26. 1 ટી.સ્પૂનહળદર
  27. 2 ટી.સ્પૂનધાણાજીરું
  28. 3 ટી.સ્પૂનમરચું
  29. 1 ટી.સ્પૂનપંજાબી ગરમ મસાલો
  30. 1 ટી.સ્પૂનકીચનકીંગ મસાલો
  31. 1 ટી.સ્પૂનખાંડ
  32. પાણી 1 કપ/ જરૂર મુજબ
  33. મલાઈ 3 ટે.ચમચી
  34. 1/4 કપઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોફ્તા બનાવવા માટે બફેલા બટેટા ને મેશ કરી લેવા. હવે કડાઈ માં તેલ એડ કરવું. તેલ ગરમ થાય એટલે તેમા આદુ લસણની પેસ્ટ, હિંગ, સમારેલા લીમડાના પાન એડ કરી સાંતળવા. તેમાં સ્મેશ કરેલા બટેટા, મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો એડ કરવું. સારી રીતે મિક્સ કરવું. હવે તેને ઠંડું થવા દેવું. એકદમ ઠંડું થઈ જાય એટલે તેમાં હાથેથી પાઉ મસળી ને એકદમ ક્રમ્બલ કરીને એડ કરવું. બરાબર મિક્સ કરવું.

  2. 2
  3. 3

    હવે આ મિશ્રણ માંથી નાના નાના કોફ્તા બનાવી લેવા. તેલ ગરમ કરી મિડીયમ ફલૅમ પર બદામી રંગના તળી લેવા. કોફ્તા તૈયાર છે.

  4. 4

    ગ્રેવી બનાવવા માટે કડાઈમાં તેલ ગરમ કરવુ. તેમાં ઘી એડ કરવુ. ઘી અને તેલ ગરમ થાય એટલે બધા ખડા મસાલા એડ કરવા. ડુંગળીની પેસ્ટ એડ કરી સાંતળવુ.હવે લસણની પેસ્ટ એડ કરવી. ત્યારબાદ કાજુની પેસ્ટ એડ કરી બધું સારી રીતે સાંતળવુ. થોડો ગુલાબી રંગ થાય એટલે ટોમેટો પ્યોરી એડ કરવી.

  5. 5

    હવે ફાસ્ટ ફલૅમ પર હલાવતા રહી ટમેટાનું બધું પાણી શોષાઈ જાય ત્યારે તેમાં મીઠું તથા મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને કીચનકીંગ મસાલો તથા કસૂરી મેથી એડ કરવું

  6. 6

    કડાઈ માથ સાઇડમાં તેલ છૂટે એટલે તેમાં પાણી એડ કરવું. ઉકાળી ને સેમીથીક ગ્રેવી બનાવવી. હવે છેલ્લે તેમાં ફ્રેશ મલાઈ એડ કરી હલાવવું. તેલ છૂટું પડે એટલે ફલૅમ બંધ કરવી.ગ્રેવી તૈયાર છે.

  7. 7

    જયારે સર્વ કરવાનું હોય ત્યારે જ ગ્રેવી માં કોફ્તા એડ કરવા. સર્વિંગ પ્લેટ માં કોફ્તા મુકી ઉપર ગ્રેવી નાખવી. ક્રિમ અને કોથમીર થી ગાનિઁશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes