વેજ. હક્કા નૂડલ્સ(Veg. Hakka Noodles Recipe in Gujarati)

Vibha Upadhyay @cook_22144453
વેજ. હક્કા નૂડલ્સ(Veg. Hakka Noodles Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૧ પેકેટ નૂડલ્સ ને ગરમ પાણીમાં ઉમેરી તેને બાફી લો. નૂડલ્સ ને બાફવા માટે તેમાં ચપટી મીઠું તેમજ થોડું તેલ ઉમેરો. જેથી નૂડલ્સ એક બીજા સાથે ચોંટી ન જાય. નૂડલ્સ બફાઈ જાય એટલે તેમાંથી પાણી કાઢી તેને બાજુમાં રાખી દો.
- 2
હવે ગાજર ને ખમણી લો, કોબીને ઝીણી સમારી લો, કેપ્સિકમ ને પણ સમારી લો, ડુંગળી ને ઝીણી સમારી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં લસણની કળી, ડુંગળી ઉમેરો તે બ્રાવન કલર નું થઈ જાય એટલે તેમાં કોબી, ગાજર, કેપ્સિકમ ઉમેરી તેને તેલમાં સૌતે કરો.ત્યારબાદ તેમાં બધાં સોસ ઉમેરો, સ્વાદાનુસાર મીઠું તેમજ મરચાં ની ભૂકી ઉમેરો.તેને બરાબર મિક્સ કરો.
- 4
ત્યારબાદ તેમાં નૂડલ્સ ઉમેરી તેને બરાબર મિક્સ કરો. તો તૈયાર છે વેજ હક્કા નૂડલ્સ તેને ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13730308












ટિપ્પણીઓ (2)