ફણસી ઢોકળી નું શાક (French beans Dhokali Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફણસીને ઝીણી સુધારી લેવી.
- 2
એક વાસણમાં તેલ મૂકી એ ગરમ થાય એટલે એમાં ફણસી નાખી તેમાં થોડા હળદર, મરચું, મીઠું અને ધાણાજીરું ઉમેરવા.
- 3
ચણાના લોટમાં મીઠું, મરચું, ધાણાજીરૂ, હળદર, ખાંડ, લીંબુનો રસ, 1 ચમચી તેલ, ખાવાનો સોડા, કોથમીર ઉમેરી જરા પાણી ઉમેરી થોડા કઠણ બાંધેલા લોટ જેવું મિક્સ કરવું. અને નાની-નાની થેપલી જેવી ઢોકળી વાળી લેવી
- 4
વઘારેલી ફણસી મા બધુ પાણી ઉમેરી ઉકળવા દેવું. પાણી ઉકળવા માંડે એટલે એમાં બધી થેપલી વારાફરતી ઉમેરી દેવી.
- 5
થોડીક વાર ફાસ્ટ ગેસે અને થોડીક વાર ધીમાં ગેસે ફણસી અને ઢોકળી ને પાકવા દેવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14408968














ટિપ્પણીઓ