દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthiya Recipe In Gujarati)

thakkarmansi @cook_26361539
દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જાર મા આદુ લસણ મરચા નાખી પેસ્ટ બનાવી લેવી. હવે એક બાઉલમાં દુધી છીણી લો. દૂધીમાં મેથી,આદુ-મરચા-લસણની પેસ્ટ,ખાંડ,મીઠું નાખી મિક્સ કરો.
- 2
હવે તેમાં હળદર,વરિયાળી,જીરું, બેકિંગ સોડા,લીંબુનો રસ,ઘઉનો લોટ,રવો,બેસન એડ કરી બરાબર મિક્ષ કરી લો.
- 3
હવે આ મા થોડું તેલ ઉમેરી લૌટ બાંધી લો. હવે ગેસ પર સ્ટીમર મૂકો સ્ટીમરમાં થોડું પાણી મૂકી પાંચ મિનિટ માટે પ્રી હિટ કરી લો.
- 4
હવે હાથ માં થોડું તેલ લગાડી લોટ હાથમાં લઇ લાંબો આપી દો.હવે સ્ટીમરમાં મુઠીયા મૂકી દો 25 મિનિટ માટે સ્ટીમ થવા દો. થોડા ઠંડા પડે એટલે તેને કટ કરી લો.
- 5
હવે એક પેનમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ,જીરું લીમડો,મરચા ની સ્લાઈસ નાખી શોર્ટ કરો. બે મિનીટ મૂઠિયાં ચડવા દો. સર્વિંગ પ્લેટમાં લઈ મરચાની ચટણી અને સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14465213











ટિપ્પણીઓ (3)