કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કઢાઈ મસાલા માટે લીધેલા સુકા મસાલા ને થોડા શેકી ને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો.
- 2
વધેલો કઢાઈ મસાલો એરટાઈટ ડબ્બીમાં ભરી ને સ્ટોર કરી શકાય છે.
- 3
હવે રેડ ગ્રેવી બનાવવા માટે એક વાસણમાં તેલ લઈને તેમાં ટામેટાં અને જાયફળના પાઉડર સિવાયની બધી જ સામગ્રી એક પછી એક નાખતા જાવ અને હલાવતા જાવ. ખાસ ધ્યાન રાખવું કે ગેસની આંચ ધીમી હોવી જોઈએ.
- 4
બધા જ સુકા મસાલા સાંતળાઈ જાય એટલે છેલ્લે તેમાં સમારેલા ટામેટાં નાખવા અને તેને મસાલાની સાથે 15 મિનિટ સુધી સાંતળવા દેવા. ટામેટા સાંતળાઈ જાય એટલે ગેસ બંધ કરીને તે ઠરે એટલે તેમાંથી તમાલપત્ર કાઢીને તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરો. તેને સૂપ ગાળવાની ગળણી થી ગાળી લો.હવે તેમાં કાજુ અને મગજતરી ની પેસ્ટ, જાયફળ પાઉડર ઉમેરીને તથા જરૂરિયાત પ્રમાણે થોડું પાણી નાખીને બે થી પાંચ મિનિટ સુધી ઉકાળો.આ રેડ ગ્રેવી ને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે અને જુદીજુદી પંજાબી સબ્જી માં યુઝ કરી શકાય છે.
- 5
કઢાઈ પનીર બનાવવા માટે એક પેનમાં તેલ અને બટર લેવું. વધારે સારી સુગંધ માટે પનીર કેપ્સીકમ અને કાંદાને બટરમાં પહેલા સાંતળવા અને તરત જ તેમાંથી કાઢી લેવા પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાંખી અને સાંતળવું. ત્યારબાદ તેમાં કાંદાની પેસ્ટ નાખીને તેને ખૂબ સાંતળવું. ગેસની આંચ તેજ રાખવી અને સતત હલાવ્યા કરવું. હવે તેમાં બધા મસાલા, ગરમ મસાલો, કડાઈ મસાલો નાખવો. ત્યારબાદ તેમાં કેપ્સીકમ અને કાંદા નાખવા.
- 6
હવે તેમાં અગાઉથી રેડી કરેલી રેડ ગ્રેવી ઉમેરીને ફરીથી તેને થોડું સાતળવું. consistency સેટ કરવા માટે જરૂર પ્રમાણે તેમાં પાણી ઉમેરો. થોડું તેલ છૂટું પડે એટલે તેમાં છીણેલું પનીર, પનીરના ચોરસ કટકા તથા કુકિંગ ક્રીમ નાખીને હલાવવું અને સર્વિંગ વખતે ઉપરથી પણ થોડુંક ક્રીમ નાખવું. કુકિંગ cream ના હોય તો ફ્રેશ ક્રીમ યુઝ કરાય.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (14)