કાંદા નું શાક (Kanda Shak Recipe In Gujarati)

Stuti Buch
Stuti Buch @cook_26336652
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
૨ જણ
  1. ૮ - ૧૦ નંગ નાની ડુંગળી
  2. ૧ નંગમિડીયમ જીણી સમારી ડુંગળી
  3. ૧ નંગમિડીયમ જીણું સમારેલુ ટમેટું
  4. ૧/૨ ચમચીજીરું
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧ ચમચીમીઠું
  7. ૩ ચમચીતેલ
  8. ૧/૪ ચમચીગરમ મસાલો
  9. ૧ ચમચીકાશ્મીરી મરચા નો ભુક્કો
  10. ૧/૨ ચમચીમરચા નો ભુક્કો
  11. નાનું ટમેટું ને ડુંગળી ની ગ્રેવી
  12. ૬ - ૭ કળી લસણ
  13. ૨ નંગ નાના લીલા મરચા ના કટકા

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    નાની ડુંગળી ને છોલી ૪ કાપા કરી લેવા... ૧ મિડીયમ ડુંગળી ને ટમેટું જીણી સમારી લેવા... અને બાકીના ગ્રેવી કરી લેવા.

  2. 2

    કુકર માં તેલ ગરમ કરવું... પછી જીરું વધારી લસણ ઉમેરી થોડું શેકી લેવા... પછી લીલા મરચા ના કટકા, ડુંગળી ઉમેરીને થોડા ચડવા દેવા.. પછી ટમેટું ઉમેરી દેવું.

  3. 3

    ટમેટું ઉમેરી પછી થોડા ચડે પછી તૈયાર કરેલી ગરેવી ઉમેરવી

  4. 4

    તેલ છુટવા નું શરુ થાય પછી મસાલો ઉમેરી સરખું હલાવી શેકાવા દેવું..

  5. 5

    પછી કાપા કરેલી ડુંગળી ઉમેરીને ૩ ચમચી પાણી ઉમેરી હલાવી કુકર ની ૧ સીટી વગાડી લેવી

  6. 6

    કુકર ઠરે એટલે તૈયાર છે સર્વ કરવા.... રોટલી, પરોઠા કે રોટલા સાથે સવॅ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Stuti Buch
Stuti Buch @cook_26336652
પર

Similar Recipes