વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)

સ્પ્રિંગ રોલ એક લોકપ્રિય સ્ટાર્ટર અથવા નાસ્તા નો પ્રકાર છે જે વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય છે. વેજિટેરિયન સ્પ્રિંગ રોલ શાકભાજી અને બાફેલા નૂડલ્સ ના ફિલિંગ સાથે બનાવવામાં આવે છે. આ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ્સ શીટ્સ વાપરવામાં આવે છે જે ઘરે બનાવી શકાય અથવા તો બહાર બજારમાં ફ્રોઝન મળે છે એ પણ વાપરી શકાય. મેં અહીંયા ઘરે બનાવેલી શીટ્સ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખૂબ જ સરસ સ્પ્રિંગ રોલ બને છે. સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સ્પ્રિંગ રોલ ને પાર્ટી કે ગેટ ટુ ગેધર માં સ્ટાર્ટર તરીકે અથવા તો ચા કે કોફી સાથે ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય.

રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજીને ધોઈને લાંબા અને પાતળા કાપી લેવા. નૂડલ્સને બાફીને તૈયાર રાખવી.
- 2
પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ ઉમેરીને 1/2મિનિટ માટે સાંતળવું.પેસ્ટ ના બદલે ઝીણા સમારેલા આદુ મરચાં અને લસણ પણ ઉમેરી શકાય. હવે તેમાં કાંદા અને ફણસી ઉમેરીને ફુલ તાપ પર એક મિનિટ માટે સાંતળવું ત્યારબાદ તેમાં બીજા બધા શાકભાજી ઉમેરીને ફૂલ તાપ પર બીજી એક મિનિટ માટે સાંતળવું.
- 3
હવે તેમાં મીઠું, મરી, આજીનો મોટો, સોયા સોસ અને વિનેગર ઉમેરીને બરાબર હલાવી લેવું. નૂડલ્સ ઉમેરી ને ફરી એક વાર હલાવી ને એક મિનિટ પછી ગેસ બંધ કરી દેવો. હવે આ મિશ્રણને એકદમ ઠંડું થવા દેવું.
- 4
મેંદામાં થોડું પાણી ઉમેરીને જાડી પેસ્ટ બનાવી લેવી જેનો સ્પ્રીંગ રોલ ચોંટાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
- 5
હવે એક સ્પ્રીંગ રોલ ની શીટ લઈને નીચેની બાજુ થોડું ફીલિંગ મૂકવું. હવે સાઈડ ની બન્ને બાજુ વાળી ને ઉપર ની તરફ વાળતા જવું. આ રીતે ટાઈટ રોલ બનાવી લેવો અને ઉપરની તરફ મેંદા ની પેસ્ટ લગાડીને રોલને સીલ કરી લેવો.
- 6
આ રીતે બધા રોલ તૈયાર કરી લેવા. ભરેલા રોલ્સ એક દિવસ માટે ફ્રીઝમાં રાખી શકાય છે કેમકે મેં જે શીટ્સ બનાવી છે એ કાચી-પાકી શેકેલી હોવાથી એકબીજા સાથે ચોંટી જતા નથી.
- 7
હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે મીડીયમ હિટ પર થોડા થોડા સ્પ્રીંગ રોલ ઉમેરીને ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવા. આ રીતે બધા સ્પ્રિંગ રોલ તળી ને તૈયાર કરવા.
- 8
ગરમાગરમ વેજિટેરિયન સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સ્ટાર્ટર તરીકે અથવા તો ગરમ નાસ્તા તરીકે સર્વ કરવા.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- સેફ્રોની (Saffrony Recipe In Gujarati)
- પીનાટા સરપ્રાઈઝ કેક (Pinata Surprise Cake Recipe In Gujarati)
- ચોકલેટ ચિપ્સ કૂકીસ આઈસ્ક્રિમ (Chocolate Chips Cookies Icecream Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ સ્ટ્રોબેરી મઠો (Instant Strawberry Matho Recipe In Gujarati)
- દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

ટિપ્પણીઓ (27)