વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)

સ્પ્રિંગ રોલ એક લોકપ્રિય સ્ટાર્ટર અથવા નાસ્તા નો પ્રકાર છે જે વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય છે. વેજિટેરિયન સ્પ્રિંગ રોલ શાકભાજી અને બાફેલા નૂડલ્સ ના ફિલિંગ સાથે બનાવવામાં આવે છે. આ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ્સ શીટ્સ વાપરવામાં આવે છે જે ઘરે બનાવી શકાય અથવા તો બહાર બજારમાં ફ્રોઝન મળે છે એ પણ વાપરી શકાય. મેં અહીંયા ઘરે બનાવેલી શીટ્સ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખૂબ જ સરસ સ્પ્રિંગ રોલ બને છે. સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સ્પ્રિંગ રોલ ને પાર્ટી કે ગેટ ટુ ગેધર માં સ્ટાર્ટર તરીકે અથવા તો ચા કે કોફી સાથે ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય.
વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
સ્પ્રિંગ રોલ એક લોકપ્રિય સ્ટાર્ટર અથવા નાસ્તા નો પ્રકાર છે જે વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય છે. વેજિટેરિયન સ્પ્રિંગ રોલ શાકભાજી અને બાફેલા નૂડલ્સ ના ફિલિંગ સાથે બનાવવામાં આવે છે. આ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ્સ શીટ્સ વાપરવામાં આવે છે જે ઘરે બનાવી શકાય અથવા તો બહાર બજારમાં ફ્રોઝન મળે છે એ પણ વાપરી શકાય. મેં અહીંયા ઘરે બનાવેલી શીટ્સ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખૂબ જ સરસ સ્પ્રિંગ રોલ બને છે. સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સ્પ્રિંગ રોલ ને પાર્ટી કે ગેટ ટુ ગેધર માં સ્ટાર્ટર તરીકે અથવા તો ચા કે કોફી સાથે ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજીને ધોઈને લાંબા અને પાતળા કાપી લેવા. નૂડલ્સને બાફીને તૈયાર રાખવી.
- 2
પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ ઉમેરીને 1/2મિનિટ માટે સાંતળવું.પેસ્ટ ના બદલે ઝીણા સમારેલા આદુ મરચાં અને લસણ પણ ઉમેરી શકાય. હવે તેમાં કાંદા અને ફણસી ઉમેરીને ફુલ તાપ પર એક મિનિટ માટે સાંતળવું ત્યારબાદ તેમાં બીજા બધા શાકભાજી ઉમેરીને ફૂલ તાપ પર બીજી એક મિનિટ માટે સાંતળવું.
- 3
હવે તેમાં મીઠું, મરી, આજીનો મોટો, સોયા સોસ અને વિનેગર ઉમેરીને બરાબર હલાવી લેવું. નૂડલ્સ ઉમેરી ને ફરી એક વાર હલાવી ને એક મિનિટ પછી ગેસ બંધ કરી દેવો. હવે આ મિશ્રણને એકદમ ઠંડું થવા દેવું.
- 4
મેંદામાં થોડું પાણી ઉમેરીને જાડી પેસ્ટ બનાવી લેવી જેનો સ્પ્રીંગ રોલ ચોંટાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
- 5
હવે એક સ્પ્રીંગ રોલ ની શીટ લઈને નીચેની બાજુ થોડું ફીલિંગ મૂકવું. હવે સાઈડ ની બન્ને બાજુ વાળી ને ઉપર ની તરફ વાળતા જવું. આ રીતે ટાઈટ રોલ બનાવી લેવો અને ઉપરની તરફ મેંદા ની પેસ્ટ લગાડીને રોલને સીલ કરી લેવો.
- 6
આ રીતે બધા રોલ તૈયાર કરી લેવા. ભરેલા રોલ્સ એક દિવસ માટે ફ્રીઝમાં રાખી શકાય છે કેમકે મેં જે શીટ્સ બનાવી છે એ કાચી-પાકી શેકેલી હોવાથી એકબીજા સાથે ચોંટી જતા નથી.
- 7
હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે મીડીયમ હિટ પર થોડા થોડા સ્પ્રીંગ રોલ ઉમેરીને ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવા. આ રીતે બધા સ્પ્રિંગ રોલ તળી ને તૈયાર કરવા.
- 8
ગરમાગરમ વેજિટેરિયન સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સ્ટાર્ટર તરીકે અથવા તો ગરમ નાસ્તા તરીકે સર્વ કરવા.
Top Search in
Similar Recipes
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiઘરમાં જ મળી આવતા વેજીટેબલ નો ઉપયોગ કરી સ્પ્રિંગ રોલ બનાવ્યા છે ચીલી સોસ સાથે સરસ લાગે છે Ankita Tank Parmar -
સ્પ્રિંગ રોલ.(spring roll Recipe in Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા ને બધાને ફેવરીટ હોય છે પણ એ નૂડલ્સ ના મેં સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે મારા ઘરમાં મારા સાસુ અને મારા બાળકોને ખૂબ પસંદ છે.. Payal Desai -
સ્પ્રિંગ રોલ શીટ્સ (Spring Roll Sheets Recipe in Gujarati)
સ્પ્રિંગ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ શીટ્સ નો ખૂબ જ મહત્વનો ભાગ છે. આ શીટ્સ ઘરે બનાવી શકાય અથવા તો રેડીમેડ ફ્રોઝન પણ લઈ શકાય. ઘણીવાર તૈયાર ખરીદેલી શીટ્સ માંથી બનાવવામાં આવતા સ્પ્રિંગ રોલ ખૂબ જ તેલવાળા લાગે છે અને જેથી ખાવાની મજા આવતી નથી.બે અલગ અલગ રીતે ઘરે સ્પ્રિંગ રોલ શીટ્સ બનાવી શકાય છે. એક તો પેનકેક જેવી શીટ્સ બનાવી શકાય અથવા તો બીજી રોટલી જેવી વણીને બનાવી શકાય. અહીંયા મેં કાચી પાકી શેકી ને કેવી રીતે સ્પ્રિંગ રોલ શીટ્સ બનાવવી એ બતાવ્યું છે. આ શીટ્સ તૈયાર કરીને થોડા દિવસ માટે રેફ્રિજરેટરમાં રાખી શકાય. આ માંથી બનાવવામાં આવતા સ્પ્રિંગ રોલ એક બે દિવસ અગાઉ ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકાય ત્યારબાદ તેને તળીને ઉપયોગમાં લઈ શકાય. શીટ્સ કાચી પાકી શેકેલી હોવાથી સ્પ્રીંગ રોલ એકબીજા સાથે ચોંટી જતા નથી જેથી કરીને અગાઉથી બનાવીને રાખી શકાય. આ એક સરળ અને ખૂબ જ ઉપયોગી રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring roll Recipe In Gujarati)
#GA4#Week3#chinese# carrotએક લોકપ્રિય ચાઇનીઝ વાનગી, સ્પ્રિંગ રોલ્સ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ હોઠ-સ્માકિંગ નાસ્તા નૂડલ્સ, ગાજર, કેપ્સિકમનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. તેનું બહાર નું પડ ક્રિસ્પી અને કડક સ્વાદિષ્ટ તે બાળકો માટે એક સારો નાસ્તો છે. તેઓ આ વાનગીને પસંદ કરશે અને બાળકો માટે સારું છે જેશાકભાજી અને નુડલ્સ નું મિશ્રણ સાથે ખાવું પસંદ કરશે.. Twinkal Kalpesh Kabrawala -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe in Gujarati)
#Fam#spring rollમારી આ રેસીપી મારા ફેમિલીની ખૂબ જ પ્રિય છે જે નાના અને મોટા બધાને ખૂબ જ ભાવે છે Madhvi Kotecha -
વેજ ચાઉમીન (Veg. Chowmein recipe in Gujarati)
વેજ ચાઉમીન ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે જેમાં શાકભાજી અને મસાલાને હાઇ હીટ પર પકાવી એમાં બાફેલા નૂડલ્સ ઉમેરવામાં આવે છે.આ એક ખૂબ જ સરળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. આ ડિશને મંચુરિયન ગ્રેવી, પનીર ચીલી ગ્રેવી કે કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ચાઈનીઝ સ્ટાઈલ ની ગ્રેવી સાથે પીરસી શકાય. વેજ ચાઉમીન ને એકલું ખાવાની પણ એટલી જ મજા આવે છે. spicequeen -
વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
વેજીટેબલ મંચુરિયન ઈન્ડો ચાઈનીઝ વાનગી નો પ્રકાર છે જે આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. મંચુરિયન બોલ્સ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને તળવામાં આવે છે. આ ડીશ ગ્રેવી સાથે કે ગ્રેવી વગર પણ બનાવી શકાય. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે જયારે મંચુરિયન ગ્રેવી મેઈન કોર્સ માં ફ્રાઈડ રાઈસ અને નુડલ્સ સાથે સર્વ કરી શકાય.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
આ એક સ્ટાર્ટર રેસીપી છે સૂપ સાથે સર્વ કરવામાં આવે છે રેસીપી મા મુખ્ય શીટ હોય છે જેમાં વેજ સ્ટફ કરીને તેને રોલ કરીને ડીપ ફ્રાય કરવામાં આવે છે .મેં અહીં મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરીને પડ માટે શીટ વણી ને બનાવી છે જેથી એક્દમ પાતળી બને છે અને ઓઇલ ફ્રી ક્રિસ્પી સ્પ્રિંગ રોલ બને છે એક્દમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ . 😍❤ Parul Patel -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
વેજીટેબલ સમોસા ના પડ વધ્યા હતા તો એનો સદુપયોગ કરી જ નાખ્યો..સ્પ્રિંગ રોલ બનાવી દીધા.. Sangita Vyas -
ક્રિસ્પી વેજ સ્પ્રિંગ રોલ
#સુપરસેફ૨.સ્પ્રિંગ રોલ નાના અને મોટા બધા ને ભાવતી વાનગી છે, ઘર માં મહેમાંન આવે તો આપણે આ રોલ નાસ્તા માં પણ આપી શકાય, મને સ્પ્રિંગ રોલ બહુ ભાવે એટલે મેં બનાવ્યાં. Bhavini Naik -
ઈન્ડો ચાઈનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
ફ્રેન્ડસ ચાઈનીઝ તો બધાને ફેવરીટ હોય છે માટે અહીં ઇન્ડિયન ચાઈનીઝ કોમ્બિનેશન કરીને ઈન્ડો ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ છે#GA4#Week2 Nidhi Jay Vinda -
વેજ હક્કા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
બાળકો ને ખુબ પ્રિય એવી આ રેસીપી છે. વિન્ટર માં લીલા શાક ખૂબ સરસ મળે ત્યારે વધારે વેજીસ નો ઉપયોગ કરી ને આ રેસીપી દ્વારા બાળકો ને ગ્રીન વેજીટેબલ ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati)
#GA4#Week21 ફ્રેન્ડ્સ આજે હુ તમારી સાથે સ્પ્રિંગ રોલ ની રેસિપી શેર કરવા જઇ રહી છું જે મે નુડલ્સ માંથી બનાવ્યા છે મિત્રો નુડલ્સ એ એવી વસ્તુ છે જે ટીનએજર ને જ વધારે ભાવે પણ જો તમે એનો અને વેજ નો ઉપયોગ કરી ને સ્પ્રિંગ રોલ બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાઇ શકશે Hemali Rindani -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
જયારે પણ સ્પ્રિંગ રોલ ની વાત આવે ત્યારે એમ થાય કે એ તો હોટેલ મા જ ખવાય ઘરે પરફેક્ટ બનતા જ નથી પણ જો અમુક વાત નું ધ્યાન રાખી ને કરીએ તો બાર કરતા પણ ટેસ્ટી બને છે Deepika Parmar -
નુડલ્સ સ્પ્રિંગ રોલ (Noodles spring rolls recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૭ #સુપરશેફ૨સ્પ્રિંગ રોલની શરૂઆત ચિનથી થઈ હોવાનુ મનાય છે, જેમાં મેંદાની શીટમાં સ્ટફિંગ ભરી તેને રોલ વાળી ફ્રાય અથવા સ્ટીમ કરવામાં આવે છે. સ્પ્રિંગ રોલને સ્ટાર્ટર કે એપિટાઈઝર તરીકે વિવિધ ડીપ, સોસ, ચટણી સાથે પિરસવામાં આવે છે. આજે હુ હોમમેડ મેંદાની શીટ બનાવતા શીખવિશ, જેમાંથી તમે સ્પ્રિંગરોલ, સમોસા, રેવિયોલી જેવી અનેક સ્ટફ્ડ વાનગીઓ બનાવી શકો છો. #સ્પ્રિંગરોલ #સ્પાઈસીડિપ Ishanee Meghani -
-
-
વેજ ડ્રાય મંચુરિયન (Veg. Dry Manchurian Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ વેજ મંચુરિયન. આ રેસીપી ને સ્ટાર્ટ અથવા નાસ્તાનાં રુપમાં પીરસવામાં આવે છે. આ વાનગી ને સૂપ સાથે, નુડલ્સ અથવા ફ્રાઈડ રાઈસ સાથે પીરસી શકાય છે. Vaishali Thaker -
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Rolls recipe In Gujarati)
વેજ સ્પ્રિંગ રોલ મને ખૂબ જ પસંદ છે તેથી મારા મમ્મીએ મારા માટે સ્પેશ્યલી બનાવ્યા છે#મોમ Hiral H. Panchmatiya -
-
વેજ.સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati)
તમેં કોઈ પણ ખાવીની વસ્તુનીમાં રોલ નું નામ સાંભળો એટલે સ્પ્રિંગ રોલનું નામ સૌથી પહેલા આવે આજે મેં પણ પહેલીવાર વેજ સ્પ્રિંગ રોલ બનાવ્યા આ વાનગીમાં ઘઉં નોંલોટ ગાજર, કાંદો, કોબીઝ,કેપ્સીકમથી બનતી વાનગી છે ચાલો બનાવીએ વેજ સ્પ્રિંગ રોલ.#GAWeek 21#Roll Tejal Vashi -
રાઈસ પેપર રોલ્સ (Rice paper rolls recipe in Gujarati)
રાઈસ પેપર રોલ્સ વીએટનામીઝ ડીશ નો પ્રકાર છે જે સેલેડ રોલ, સમર રોલ કે ફ્રેશ સ્પ્રિંગ રોલ તરીકે પણ જાણીતી છે. આ ડીશ નોનવેજ કે વેજીટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવી શકાય. આ એક ખૂબ જ હેલ્ધી અને રિફ્રેશિંગ ડીશ છે જે પીનટ બટર ડિપિંગ સૉસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#ChoosetoCook#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
વેજ ચાઈનીઝ સ્પ્રિંગ રોલ
#એનિવર્સરી #સ્ટાર્ટર #week 2 નમસ્તે બહેનો કેમ છો બધા મજામાં હશો આજે મેં કુક પેડની એનિવર્સરી માં સ્ટાર્ટર ની અલગ-અલગ રેસીપી મૂકી છે વેજ ચાઈનીઝ સ્પ્રિંગ રોલ આપણે મોટાભાગે સ્પ્રીંગ રોલમાં મેંદાનો લોટ નો ઉપયોગ કરતા હોઈએ છીએ મેંદો ખાવા માટે પણ પચવામાં ભારે હોય છે તો મેં નાના મોટા સૌ ને ધ્યાનમાં રાખીને મેંદાના બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરીને વેજ ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે આશા છે કે તમને પસંદ આવશે Dharti Kalpesh Pandya -
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4#Week3બોવાજ ટેસ્ટી લાગે છે Dilasha Hitesh Gohel -
સ્પ્રીંગ રોલ શીટ્સ (Spring Roll Sheet Recipe in Gujarati)
સ્પ્રીંગ રોલ શીટ્સ સ્પીંગ રોલ શીટ્સ બનાવી ને એરટાઇટ ડબ્બામાં કાઢી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (27)