બેસન ના લાડવા (Besan Ladoo Recipe in Gujarati)

દરેક ના ઘર માં વારે - તહેવારે મીઠાઈ માં બેસન ના લાડવા તો અચૂક બનેજ. બેસન ના લાડવા વગર તહેવાર ની મીઠાઈ અધૂરી લાગે. તો ચાલો બનાવીએ બેસન ના લાડવા, મારી રીતે.. 👇😊

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં બેસન અને જીણા રવા ને સુકોજ લગાતાર હલાવતા જઈને 10 મિનિટ જેવુશેકી લેવો. શેકાઈ ગયાની સરસ સુગંધ આવશે. નીચે ઉતારી બીજા વાસણ માં બેસન-રવા ને કાઢી લેવો. હવે એજ કડાઈ માં ઘી લઈને ગરમ કરવું. ઘી ગરમ થાય એટલે તેમાં બેસન-રવો નાંખી ઘી માં શેકવો. 2 ચમચી દૂધ છાંટવું. શેકવો. ફરી પાછું 2ચમચી દૂધ છાંટવું. ફરી શેકવો. આ રીતે બધું દૂધ નાખવું, છાંટી છાંટી ને. જેથી બેસન દાણેદાર બને. ગેસ બંધ કરી નીચે ઉતારી લેવું. ઈલાયચી પાઉડર મિક્સ કરવો. થોડું ઠંડુ થાય, એટલે પાઉડર - ખાંડ નાંખી સારી રીતે મિક્સ કરવું.
- 2
કટ કરેલાં ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરવા. બધું બરાબર મિક્સ થઇ જાય. તો લાડવા વાળવા. અને પ્લેટ માં રાખવાં. ઉપર થી પિસ્તાં કે બદામ ની કતરણ મૂકી સજાવવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)