વધેલી રોટલી ના ગોળવાળા લાડુ (Leftover Rotli Gol Laddu Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#Fam
#Lado

વધેલી રોટલીના ગોળવાળા લાડુ ખાવાની ખૂબ જ મજા આવે છે. રોટલી વધી હોય તો શું બનાવવું એવું થાય છે કેટલીક વાર રોટલીના ટુકડા કરી તેને શેકી ને ચેવડો બનાવું છું. આજે મેં લાડુ બનાવ્યા છે. નાના બાળકો સ્વીટ માંગે તો આ બનાવી આપો તો હેલ્થ માટે પણ ઘણું સારૂ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
  1. ૩ નંગરોટલી
  2. ૩ ચમચીઘી
  3. 1 મોટી ચમચીગોળ
  4. ૧ નંગઈલાયચી
  5. 2 નંગબદામ
  6. 2 નંગકાજુ
  7. 2 નંગપિસ્તા
  8. ચારોળી
  9. ખસખસ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ રાતની બનાવેલી રોટલી તેના ટુકડા કરી મરચા કટર માં ક્રશ કરો. ક્રશ કરેલું એક બાઉલમાં કાઢી લો. એક પ્લેટમાં ઘી અને ગોળ મિક્સ કરો.

  2. 2

    હવે ઘી અને ગોળ મિક્સ કરેલું રોટલીનું ક્રશ કરેલા માં ઉમેરો. ઈલાયચી પાઉડર નાખી બધું જ હાથથી બરાબર મસરવું. હવે તેમાંથી થોડો લડ્ડુ નો માવો લઇ લાડુ બનાવવા માટે તેની ચમચી આવે છે તેમાં લઈ આંગળીની મદદથી થોડું દબાવી દો. બીજી પ્લેટમાં ચમચી ઊંધી પાડી ધીમે રહીને લાડુ નો શેપ આપો.

  3. 3

    હવે તૈયાર છે વધેલી રોટલીના ગોળવાળા લાડુ. તેને સર્વિંગ પ્લેટ મા લઈ કાજુ, બદામ,ચારોળી, પિસ્તા થી સર્વ કરો. લાડુ ઉપર ખસખસ લઈ તેના ઉપર લગાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes