માવા ડ્રાયફ્રુટ કેક (Mava Dryfruit Cake Recipe In Gujarati)

મને બેકિંગ નો બહુ શોખ છે અને મારા ઘરમાં બધાને મારા હાથની કેક ખૂબ જ ભાવે છે અને બેકિંગ આવે તો એ કોમ્પિટિશનમાં મને ભાગ લેવો ખૂબ જ ગમે છે અને આ વખતે મેં ક્રીમ વાડી કે ચોકલેટ ફ્લેવરની કેક નથી બનાવી અને આ વખતે ટોટલી છોકરાઓ ખાઈ શકે એવી માવા અને એમાં ડ્રાયફ્રુટ્સ નો યુઝ કર્યો છે જેથી એ થોડી હેલ્ધી પણ થઈ જશે અને એ તમે ચા સાથે સવારે પણ લઈ શકો છો બહુ સરસ લાગશે અને તમે કશે બહાર જતા હોય ટ્રાવેલિંગ હોય ફરવાનું થતું હોય તો તમે કેક બહુ જ સરસ રહેશે સાથે લઈ જઈ શકશો.

રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન લો અને ગેસ પર ધીમા તાપે ગરમ થવા દો પછી એની અંદર બટર નાખો પછી અંદર દૂધ નાખો બટન ને દૂધ બરાબર મિક્સ થઇ જાય પછી એની અંદર મિલ્ક પાઉડર નાખો અને બધું બરાબર મિક્સ કરો અને દૂધ બળી જશે અને પેનથી આખો માવો અલગ થઈ જશે ત્યાં સુધી એને ધીમા તાપે હલાવ્યા કરવાનું છે. માવો તૈયાર થઈ જાય પછી એને ઠંડુ થવા મૂકી દો
- 2
પછી એક બાઉલમાં માપ મુજબ બટર લો એની અંદર ખાંડ નાખી બરાબર મિક્સ કરો જ્યાં સુધી એ ફ્લોફી ન થાય ત્યાં સુધી તમે એને હલાવ્યા જ કરો. પછી એની અંદર માપ મુજબ દહીં નાખી બરાબર મિક્સ કરો.
- 3
પછી દહીં, બટર અને ખાંડ બરાબર મિક્સ થઇ જાય પછી એની ઉપર ચારની લઇ અંદર માપ મુજબ મેંદો નાખો બેકિંગ પાઉડર,બેકિંગ સોડા નાખી બરાબર ચાળી લો. પછી બધું બરાબર મિક્સ કરી લો અંદર માપ મુજબ દૂધ નાખો અને ઈલાયચી પાઉડર નાખી બરાબર હલાવી દો. પછી એની અંદર આપણે જે માવો તૈયાર કર્યો છે એને છીણીને અંદર નાખી દો મિશ્રણમાં પાછું બરાબર મિક્સ કરી લો.
- 4
કેકનો ટીન લઇ લો એની અંદર ઓઇલ લગાવી બટર પેપર લગાવી અંદર બધું મિશ્રણ કેકનો પાથરી દો પછી એની ઉપર બદામ-પિસ્તાની કતરણથી જે આપણે કરી છે એ ઉપર બરાબર ભભરાવી દો
- 5
ઓવનને પ્રિહીટ કરવા મૂકી દો ૧૮૦ ડીગ્રી પર. ફ્રી હિટ થઈ જાય પછી એની અંદર કેકનો તૈયાર કરેલું ટીન 30 મિનિટ માટે થવા મૂકી દો
- 6
રેડી છે તમારી માવા ડ્રાય ફ્રુટ કેક બાળકોને અને મોટાઓને ખૂબ જ પસંદ આવશે એવી યમ્મી કેક
- 7
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)