આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેલા કેરીની છાલ કાઢીને તેના કટકા કરી લેવા ત્યારબાદ એક તપેલીમાં કેરીના કટકા નાખો અને 1/2 કપ જેટલું પાણી નાખો ત્યારબાદ તેને પાંચ મિનિટ ઢાંકીને ચડવા દો
- 2
જ્યારે પાણી સાવ પાણી બળી જાય અને કેરી સરસ રીતે ચડી જાય એટલે તેમાં 1/2 ચમચી જેટલી વરીયાળી નાખો અને ઢાંકીને બે મિનિટ સુધી રહેવા દો પછી તેને મિક્સર જારમાં લઈને નાખો ત્યારબાદ તેમાં સંચળ પાઉડર સ્વાદ અનુસાર મીઠું અને પીસેલું જીરું નાખો
- 3
પછી તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું ત્યારબાદ તેને મોટી ગળણીમાં ગાળી લેવું પછી પછી બીજા એક પેનમાં 1-1/2 કપ જેટલી ખાંડ એડ કરો ત્યારબાદ તેમાં એક કપ જેટલું પાણી એડ કરો પાણી એડ કર્યા બાદ બધી ખાંડ ઓગળી જાય એટલે આપણે જે પલ્પ બનાવેલો છે તેમાં એડ કરી દેવો
- 4
પછી તેની ૧૦થી ૧૫ મિનિટ સુધી ઉકળવા દેવું જેથી ખાંડ એકદમ બરાબર મિક્સ થઈ જાય અને અને એક તાર જેવી ચાસણી થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરીને તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું ઠંડુ થઇ ગયા બાદ તેમાં ઝીણા ફુદીનાના પાન સુધારીને એડ કરી દેવા તો આ રીતે આપણો આમ પન્ના તૈયાર છે
- 5
જે આપણે આમપનાનો રસ બનાવેલો છે આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ જેને તમે એરટાઈટ કન્ટેનરમાં અથવા બરણીમાં ભરી શકો છો તો આ રીતે આપણો સરસ મજાનો ચીલ આમ પન્ના તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
- કૉફી બિસ્કિટ પુડિંગ (Coffee biscuit pudding recipe in Gujarati)
- કૉફી બીન્સ કોકો કૂકીઝ (Coffee Beans Coco Cookies Recipe In Gujarati)
- સાઉથ ઈન્ડિયન મૈસૂર મસાલા ઢોંસા (South Indian Mysore Masala Dosa
- કોફી મોકા પેસ્ટ્રી (Coffee Mocha Pastry Recipe In Gujarati)
- પીઝા સ્લાઈડર (Pizza Slider Recipe In Gujarati)




ટિપ્પણીઓ