રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. 1 વાટકીરવો
  2. 1 વાટકીદહીં
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1/2 ખમણેલું ગાજર
  5. 1/2 ચોપ કરેલું કેપ્સીકમ
  6. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. 2 ચમચીજેટલી કોથમીર
  8. 1/2 ચમચી અડદની દાળ
  9. 6-7પાન લીમડાના
  10. કાજુના કટકા જરૂર મુજબ
  11. ૩ ચમચીજેટલું તેલ
  12. થોડીક રાઈ
  13. ૨-૩ નંગલીલા મરચા ઝીણા સમારેલા
  14. ચપટીસાજીના ફૂલ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ પહેલા એક તપેલીમાં રવો એડ કરો ત્યારબાદ તેમાં દહીં એડ કરો અને જરૂર મુજબ પાણી નાખીને તેને 15 મિનિટ સુધી રેસ્ટ આપો

  2. 2

    ત્યારબાદ એક પેન તેલ ગરમ મૂકો તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં રાઈ લીમડાના પાન આદુ મરચાની પેસ્ટ અડદની દાળ અને કાજુ નાખો ત્યારબાદ ગેસ બંધ કરીને નીચે ઉતારી લેવું અને જે આપણે રવો પલાળેલો છે તેમાં નાખી દેવું

  3. 3

    ત્યારબાદ તેમાં ખમણેલું ગાજર અને કેપ્સીકમ અને લીલા મરચાના કટકા સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ તેમાં થોડાક સાજીના ફૂલ એડ કરવા જેથી આપણી ઈટલી એકદમ સોફ્ટ થાય

  4. 4

    પછી એક પેનમાં ગરમ પાણી મુકો અને આપણું બેટર તૈયાર છે પછી તેને ઈડલીના સ્ટેન્ડમાં તેલ લગાડીને બેટર નાખીને ૧૦થી ૧૫ મિનિટ સુધી સ્ટીમ થવા દો પછી ચેક કરી લેવું આપણી રવા ઈડલી તૈયાર છે

  5. 5

    પછી તેને તમે નારીયેળ ની ચટણી અથવા સંભાર સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
પર

Similar Recipes