ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક બાઉલ માં ચણા નો લોટ ચાળી ને લેવો. ત્યાર બાદ બીજા બાઉલ માં 3 કપ પાણી લઈ ને તેમાં 3 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું, 1 ચમચી લીંબુ નાં ફૂલ નાખી ને સરખું મિક્સ કરવું.અને ખાંડ ને ઓગળી લેવી.
- 2
હવે આ પાણી માં ચણા નો લોટ ધીમે ધીમે મિક્સ કરતા જવું જેથી ગઠા n પડે. અને એકદમ એકરસ કરી ને મિશ્રણ તૈયાર કરી લેવું.ત્યારબાદ તેમાં 1 ચમચી ખાવાનો સોડા નાખી ને 3 મિનિટ સુધી હલાવતા રહેવું..જેથી આથો સરસ આવી જશે.
- 3
હવે એક ઊંડી થાળી માં તેલ લગાવી ને આ મિશ્રણ ને તેમાં નાખી દેવું. અને થોડી જગ્યા રાખવી થાળી માં એવી રીતે નાખવું.
- 4
ત્યારબાદ ઢોકળીયા માં તેને વરાળ થી 20 મિનિટ માટે રાખવું. ત્યારબાદ ખોલી ને તેમાં ચાકુ કે સળી નાખી ને જોઈ લેવું કે ઢોકળા તૈયાર થઈ ગયા છે કે નહિ.
- 5
હવે થાળી ને બહાર કાઢી ને 1/2કલાક માટે રાખી દેવી..ત્યાર બાદ એક કડાઈમાં 3 ચમચી તેલ લઇ તેમાં રાઈ, હિંગ,લીલા મરચાં નાખી ને તેમાં એક ગ્લાસ પાણી નાખી ને વઘાર કરવો. હવે તેમાં એક વાટકી ખાંડ નાખી ને અને 1 ચમચી મીઠું નાખી ને સતત હલાવવું.
- 6
હવે થાળી માં નાં ઢોકળા ને એકસરખા કાપી લેવા અને તેની ઉપર આ વઘાર વાળું પાણી ફરતે નાખી દેવું અને ઉપર થી કોથમીર નાખી ને એકદમ પોચા ખમણ ઢોકળા નો આનંદ માણવો...🤗🤗
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (5)