બેબી પોટેટો સબ્જી (Baby Potato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને ગોળ ગોળ સમારી પાણી માં પલાળી રાખો.બટેટીને છાલ સાથે જ સમારવી
- 2
એક કડાઈમાં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ જીરું લીમડાના પાન અને લીલું લસણ નાંખો.
- 3
બટાકાને કાણા વાળા વાટકામાં કાઢી કડાઈમાં નાખી તેમાં મીઠું અને હળદર નાખીને હલાવી લો.
- 4
કડાઈમાં ઉપર થાળીમાં પાણી ભરી ઢાંકી ને પાંચ થી સાત મિનિટ સુધી થવા દો.
- 5
બટાકા ચઢી જાય એટલે તેમાં લાલ મરચું ધાણાજીરું નાખી હલાવી ૨ મિનિટ થવા દો થઈ જાય એટલે તેમાં કોથમીરથી ગાનિૅશ કરી સર્વ કરો.
- 6
આ શાક બહુ જ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16182660



ટિપ્પણીઓ