બટેટીનું શાક (Baby potato sabji recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#SVC
#cookpadgujarati
#cookpadindia
#cookpad
આજે મેં નાની-નાની બટેટીનું શાક બનાવ્યું છે. બટેટીનું ભરેલું શાક પણ બનાવી શકાય પરંતુ મેં આજે આખી બટેટીનું ગ્રેવીવાળું ખૂબ જ ટેસ્ટી શાક બનાવ્યું છે. આ શાકની ગ્રેવીમાં મેં ટમેટા, ડુંગળી, લસણ અને એ ઉપરાંત સીંગદાણા અને સફેદ તલનો પણ ઉપયોગ કર્યો છે. નાની-નાની બટેટી માંથી બનાવેલું આ શાક રોટલી, ભાખરી, પરાઠા કે રોટલા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો જોઈએ કાઠીયાવાડી રીતે આખી બટેટીનું શાક કઈ રીતે બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
2-3 લોકો માટે
  1. 500 ગ્રામબટેટી
  2. 3-4લવિંગ
  3. 3-4 ટુકડાતજ
  4. 4-5આખા મરી
  5. 1તમાલપત્ર
  6. 1સુકુ લાલ મરચું
  7. 2 Tbspસફેદ તલ
  8. 1/4 કપસીંગદાણા
  9. 3મીડિયમ સાઇઝની ડુંગળી
  10. 5-6કળી લસણ
  11. 4-5ટમેટા
  12. 1તીખું લીલું મરચું
  13. 1ઈંચ આદુનો ટુકડો
  14. 3 Tbspતેલ
  15. 1 Tspરાઈ
  16. 1 Tspજીરુ
  17. ચપટીહિંગ
  18. 1 Tbspલાલ મરચું પાવડર
  19. 2 Tbspધાણાજીરૂ
  20. 1/2 Tspહળદર
  21. 1/2 Tspગરમ મસાલો
  22. સ્વાદ અનુસારમીઠું
  23. 1 Tspકસૂરી મેથી
  24. ગાર્નિશીંગ માટે લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    બટેટીને ચોખ્ખા પાણી થી ધોઈ કૂકરમાં બાફી તેની છાલ ઉતારી લેવાની છે.

  2. 2

    એક મિક્સર જારમાં તજ, લવિંગ, મરી, સુકું લાલ મરચું અને તમાલપત્ર ઉમેરી તેમાં સફેદ તલ અને સિંગદાણા ઉમેરી તેને ગ્રાઇન્ડ કરી લેવાના છે.

  3. 3

    આ મિકચરને સાઈડ પર રાખી દેવાનું છે.

  4. 4

    ડુંગળી અને લસણને મિક્સર જારમાં લઈ તેની પેસ્ટ બનાવવાની છે.

  5. 5

    ટમેટા, આદુ અને મરચાની ગ્રેવી બનાવવાની છે.

  6. 6

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને હીંગ ઉમેરવાના છે.

  7. 7

    ત્યારબાદ તેમાં તૈયાર કરેલી લસણ અને ડુંગળીની પેસ્ટ ઉમેરવાની છે અને બરાબર રીતે સાતળવાની છે.

  8. 8

    હવે તેમાં તૈયાર કરેલી ટમેટાની પ્યુરી ઉમેરવાની છે અને બધું બરાબર રીતે મિક્સ કરી ૨ થી ૩ મિનિટ માટે કુક થવા દેવાનું છે.

  9. 9

    તૈયાર કરેલો સિંગદાણા અને તલનો પાવડર, બધા મસાલા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે.

  10. 10

    હવે તેમાં બાફીને તૈયાર કરેલી બટેટી ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી ૨ થી ૩ મિનિટ માટે કુક થવા દેવાનું છે.

  11. 11

    કસૂરી મેથી ઉમેરી બરાબર રીતે મિક્સ કરીએ એટલે આપણુ આખી બટેટીનું શાક તૈયાર થઈ જશે.

  12. 12

    લીલા ધાણા વડે ગાર્નીશ કરી ગરમાગરમ બટેટીનું શાક સર્વ કરી શકાય.

  13. 13
  14. 14
  15. 15
  16. 16
  17. 17
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes