છોલે સમોસા (Chhole Samosa Recipe In Gujarati)

#ChooseToCook
#cookpadindia
#cookpadgujrati
આ રેસિપી આદિપુર-કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. અમે જ્યારે આદિપુર રહેતા, ત્યારે અમોને ખુબ જ ભાવતી. પણ જ્યારે અમે અહી ભૂજ રહેવા આવી ગયા, તો આદિપુર નાં છોલા સમોસા ને ખુબજ મિસ કરતા હતા. એથી હવે જ્યારે પણ આદિપુર નાં છોલે સમોસા ખાવાનું મન થાય ત્યારે ફેમિલીને ઘરે જ બનાવી આપુ છું.

રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા મેંદો અને ઘઉં નો લોટ ઉમેરી તેમાં મીઠું,તેલ અને પાણી ઉમેરી ને પૂરી જેવો લોટ બાંધી ને 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દો
- 2
બટાકા ને બાફી છાલ ઉતારી તેને મેશ કરી ને તેમાં મીઠું આદુ મરચા ની પેસ્ટ,હિંગ,હળદર જીરું પાઉડર,આમચૂર પાઉડર,ગરમ મસાલો વગેરે બધો મસાલો ઉમેરી બટાકા નાં માવા માં બધું મિક્સ કરી ને સમોસા નું પૂરણ તૈયાર કરી લો
- 3
મેંદા ના લોટ માંથી પૂરી નાં લુવા બનાવી તેમાંથી પૂરી વણી લો પૂરી ને વચ્ચે થી કાપી કાપા ને સમોસા ની જેમ વાળી ને તેમાં તૈયાર કરેલો બટાકા નો માવો ભરી ને સમોસા ને વાળી લો આ રીતે બધા સમોસા માં બટાકા નો માવો ભરી ને સમોસા વાળી ને તૈયાર કરી લો
- 4
સફેદ ચણા અને બટાકા ને કુકર મા ઉમેરી ને 4 થી 5 સિટી લગાવી ને બાફી લો હવે એક પેન મા તેલ ઉમેરી ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ તેલ માં ડુંગળી ની પેસ્ટ ઉમેરો હવે તેમાં આદુ,લસણ,મરચા ની પેસ્ટ અને ટામેટા ની પેસ્ટ ઉમેરી દો તેમાં મીઠું હિંગ,હળદર લાલ મરચું,ધાણા જીરું, વગેરે બધો મસાલો ઉમેરી ને સાંતળો તેલ છૂટું પડે પછી તેમાં બાફેલા ચણા અને મેશ કરેલા બટાકા ઉમેરી મિક્સ કરી ને તેમાં લીંબુ નો રસ અને 1 ગ્લાસ પાણી ઉમેરી ને ધીમા ગેસ પર 5 મિનિટ માટે એકરસ થવા દો
- 5
તૈયાર કરેલા સમોસા ને એક પ્લેટ મા મૂકી તેની ઉપર ગરમ ગરમ તૈયાર કરેલા છોલે ઉમેરી તેની ઉપર ગ્રીન ચટણી અને ખજૂર આંબલી ની ચટણી ઉમેરી દો આ તૈયાર કરેલા છોલે સમોસા ને બ્રેડ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)