મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)

આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી.
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર મા ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં જીરું આખા મરી ના દાણા મીઠા લીમડાના પાન આદુ મરચાની પેસ્ટ નાખી અને કારેલા બટાકા અને ખમણેલી દૂધી નાખી સાંતળી લેવુ એમાં મીઠું નાખી દેવું.
- 2
હવે તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું ખાંડ અને શેકેલા શીંગદાણા ના ફાડા ઉમેરી દેવા અને એક મિનિટ માટે સાંતળી લેવું પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી પાણી ને ઉકળવા દેવું પાણી ઉકાળી જાય એટલે તેમાં પલાળેલો સામો નાખી દેવો
- 3
થોડીવાર ઉકળવા દેવું હવે તેની ઉપર બે ટેબલસ્પૂન શેકેલા શીંગદાણા નો ભૂકો નાખી કૂકરનું ઢાંકણ બંધ કરી એક બે સીટી કરી લેવી.
- 4
કુકર સીજાયા બાદ ખોલી તેમાં બે ચમચી દહીં, લીંબુ નો રસ, કોથમીર નાખી મિક્સ કરી લેવું સર્વિંગ બાઉલમાં કાઢી ગરમ ગરમ મોરૈયા ની ખીચડી સર્વ કરવી. તો તૈયાર છે મોરૈયા ની ફરાળી ખીચડી
Similar Recipes
-
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મોરૈયા ની ખીચડીઆજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મોરૈયા ની ખીચડી બનાવી Sonal Modha -
મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી (Moraiya Bataka Farali Khichdi Recipe In Gujarati)
આજે મારે શુક્રવારના દિવસે ફાસ્ટિંગ હોય તો મેં મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી બનાવી છે મને બહુ જ ભાવે છે તળેલા કાજુ લીલા મરચા અને દહીં સાથે ખાવાની બહુ જ સરસ લાગે 😋 Sonal Modha -
મોરૈયાની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
એકાદશીના ફરાળ મા ખાવા માટે આજે મેં મોરૈયા ની ફરાળી ખીચડી બનાવી. આ ખીચડી દહીં સાથે એકદમ સરસ લાગે છે. નાના મોટા બધા ને ફરાળી વાનગી તો ભાવતી જ હોય છે . મને તો ફરાળ બહુ જ ભાવે . Sonal Modha -
રતાળુ બટેટા નું ફરાળી શાક (Ratalu Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે દરરોજ ફરાળમા બધાના ઘરમા સુકી ભાજી બનતી જ હોય છે તો આજે મેં તેમા થોડુ વેરીએશન કરીને રતાળુ અને બટાકા નુ ફરાળી શાક બનાવ્યુ. Sonal Modha -
સામા ની ફરાળી ખીચડી (Sama Farali Khichdi Recipe In Gujarati)
આજે રામનવમી નો ઉપવાસ છે તો મેં સામા ની ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં પણ ફરાળ માટે ફૂલ ડીશ બનાવી. ફરાળી કઢી ફરાળી ખીચડી. Sonal Modha -
મોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી (Moraiya Shingdana Farali Khichdi Recipe In Gujarati)
#AsahikaseiIndia#Cookpadgujrati#Cookpadindiaમોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી(ઓઈલ ફ્રી) મોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, માટે તે રોગો સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા મદદ કરે અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવવા માં મદદ કરે છે.100 ગ્રામ મોરૈયામાં કેલરી લગભગ : 350 મિલી ગ્રામ હોય છે.માટે જ ઉપવાસ દરમિયાન મોરૈયા નો ઉપયોગ કરવો જોઈએ. મે અહી ઓઈલ ફ્રી મોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી બનાવી છે.શીંગદાણા માં જોવા મળતા તત્વો.250 ગ્રામ મગફળીમાં 300 ગ્રામ ચીઝ, 2 લીટર દૂધ અને 15 ઇંડા પ્રોટીન હોય છે. પ્રોટીનની સાથે, તેમાં ઘણા વિટામિન, ખનિજો, પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટો હોય .જેઓ શરીરને શક્તિ પ્રદાન કરે છે.ખૂબ જ healthy and testy. Bansi Chotaliya Chavda -
રસાવાળુ બટાકા નું ફરાળી શાક (Rasavalu Bataka Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી#FR રસાવાળુ બટાકા નુ ફરાળી શાકફરાળમાં છોકરાઓને તો બટાકા નું ફરાળી શાક જોઈએ જ . છોકરાઓ એમાં સાથે ફરાળી ચેવડો નાખી અને ખાય. Sonal Modha -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળમાં બટેટાનું થોડું રસાવાળું શાક બનાવ્યું. Sonal Modha -
દુધી અને મોરૈયા ની ખીચડી (Dudhi Moraiya Recipe In Gujarati)
ફ્રેન્ડ આજે બધાને ફલાહાર હોય જ તો અવનવી રેસિપી તો બનતી જ હોય છે પરંતુ મેં અહીં એક સિમ્પલ રેસિપી શેર કરી છે ટેસ્ટી છે Nidhi Jay Vinda -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#Cookpadgujrati#Cookpadindia#ff2મોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, અને રોગો જેવા કે કેન્સર, ડાયાબીટીસ સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવેમોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, અને રોગો જેવા કે કેન્સર, ડાયાબીટીસ સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવે.મોરૈયા ની ખીર,ખીચડી,ઢોંસા,ઈડલી બનાવી ને ફરાળ માં લઇ સકાય.મે અહી ખીચડી બનાવી છે જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ હેલ્થી છે . Bansi Chotaliya Chavda -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
આ ખીચડી અગિયારસ કે બીજા ઉપવાસ માં મારી ત્યાં બને છે Kinjal Shah -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
મિત્રો આજે અગિયારસ છે એટલે મેં ફરાળી મોરીયા ની ખીચડી બનાવી છે તે પચવામાં ખુબ જ હલકી છે ને આ રેસિપી બનાવવામાં વધારે સમય લાગતો નથી Jayshree Doshi -
મોરૈયા ની ખીચડી
#લોકડાઉનઆજે રામનવમી છે તો આજે ફરાળ કરવાનું હોવાથી મે આજે વઘારેલી મોરૈયા ની ખીચડી બનાવી . Chhaya Panchal -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Farali recipe Amita Soni -
ફરાળી મુઠીયા (Farali Muthia Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપીસ#FR : ફરાળી મુઠીયાદર વખતે ફરાળ મા ફરાળી શાક ફરાળી ખીચડી પણ ન ભાવે તો આજે મે ફરાળી મુઠીયા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટ મા yummy 😋 બન્યા છે . મને આશા છે કે તમને મારી આ રેસીપી જરૂર થી ગમશે . Sonal Modha -
મોરૈયા ના ફરાળી દહીંવડા (Moraiya Farali Dahivada Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@cook_29963943 inspired me for this recipeઆજે અગિયારસ અને સોમવાર એટલે બંને ટાઈમ ફરાળી વાનગી ની રમઝટ.. સવારે ફ્રુટ્ સલાડ, બટાકા ની સૂકીભાજી અને રાજગરાના થેપલા બનાવ્યા. સાંજે સાબુદાણા ની ખીચડી અને ફરાળી દહીં વડા બનાવ્યા.સામો અને બટાકા નો ઉપયોગ કરી સામા ની ખિચડી બનાવીએ તો બાળકો ને ઓછી ભાવે પરંતુ તે જ સામગ્રી નો ઉપયોગ કરી દહીં વડા બનાવ્યા તો મજા પડી ગઈ.. જરૂર થી બનાવશો. Dr. Pushpa Dixit -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપી ઓફ ઓક્ટોબર #TRO : પંજાબી કઢીપંજાબી રેસીપી માં લસણ ડુંગળી અને આદુ-મરચાનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હોય છે અને થોડું સ્પાઈસી હોય છે. તો આજે મે એમાની એક રેસીપી પંજાબી કઢી બનાવી. Sonal Modha -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Week 1વઘારેલી ખીચડી ને મેં સ્વામિનારાયણ મંદિરમાં મળે છે તે રીતે બનાવી છે તેમાં મે ડુંગળી લસણ નો ઉપયોગ કર્યો નથી તો પણ એટલી બધી ટેસ્ટી બની છે Rita Gajjar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
ઉપવાસ માં બધા ના ઘર માં આ ખીચડી બને છે. આજ મેં પણ બનાવી. Harsha Gohil -
મોરૈયા ખીચડી (Moraiya Khichdi Recipe in Gujarati)
આ નો ઉપયોગ ઉપવાસ માં ફરાળી માં કરે છે આજે ચૈત્રી નવરાત્રી નો બીજા દિવસ ની ફરાળ Bina Talati -
મોરૈયા ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#EB#Week15મોરૈયા ની ખીચડી બધાને ખૂબ જ ભાવે છે ફરાળમાં મોરૈયા ની ખીચડી ખાવાની અલગ જ મજા છે. Rachana Sagala -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#શ્રાવણPost - 4મોરૈયાની ખીચડી BARNYARD MILLET Khichdi આજે જન્માષ્ટમી નિમિત્તે મોરૈયાની ખીચડી મેં બનાવી છે Ketki Dave -
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)
#faralખૂબ ઝડપથી બની જતી દુધીની આ ફરાળી ખીચડી બટેટાના ઓપ્શનમાં ખૂબ હેલ્ધી છે. સાબુદાણા બટેટાની ખીચડી બનાવો એ રીતે પણ આ ખીચડી બની શકે તમે બટાકા ને બદલે દુધીનો નો ઉપયોગ કરી શકો છો.. મેં અહીં સાબુદાણા નથી લીધેલા તમે એડ કરી શકો છો Hetal Chirag Buch -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે મગ લાવે પગ . તો દરરોજના જમવાના માં મગ ,મગની દાળ, ખીચડી નો ઉપયોગ કરવો જોઈએ મગમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મસાલા મગ બનાવ્યા. Sonal Modha -
મોરૈયા ની ફરાળી કઢી (Farali Moraiya Curry Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપવાસમાં મોરૈયાની ફરાળી કઢી મોરૈયા ની ખીચડી સાથે રાજગરાની ભાખરી સાથે બહુ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ઓનિયન કઢી (Onion Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપી#ROK ઓનિયન કઢીકઢીને ભાત સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરી શકાય છે અને થોડી ઘાટી કઢી કરીએ તો એ રોટલા સાથે પણ ખાઈ શકાય છે ખાટી મીઠી અને થોડી સ્પાઈસી કઢી હોય તો શાક ની પણ જરૂર નથી પડતી.તો આજે મેં ઓનિયન કઢી બનાવી. Sonal Modha -
-
More Recipes
ટિપ્પણીઓ (2)