રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાનાને ધોઈને સૂકા કરીને પાનના ડાળખાની પાછળ ની રગ ચપ્પુની મદદથી કાપી લો.
- 2
હવે એક બાઉલ માં પાતરાની અંદરનો મસાલો તૈયાર કરીસું. તેના માટે બાઉલમાં ચણાનો લોટ,લાલ મરચું, હળદર, મીઠું, ધાણાજીરુ, ગરમ મસાલો, હીંગ,ખાંડ, આદુ મરચાની પેસ્ટ, તલ, તેલ અને લીંબુ નો રસ નાંખીને બરાબર હલાવી લો.જરૂર પડે તેટલું પાણી નાખી જાડું ખીરું રાખવું.
- 3
એક પાન લઈને તેની પાછળ ની બાજુ પર ચણાના લોટનું મિશ્રણ બરાબર લગાવી દો. તેની ઉપર બીજુ પાન રાખી તેના પર મિશ્રણ લગાવો. હવે તેને રોલ વાળી દો. (રોલ ખુલી ના જાય માટે વચ્ચે પણ મિશ્રણ ચોપડતા રહેવું.) બીજા બધા પત્તા પર પણ આ જ રીતે મિશ્રણ લગાવી રોલ વાળી દો.
- 4
હવે સ્ટીમર માં રોલ મૂકી 20 થી 25 મિનિટ ધીમા તાપે બાફવા મૂકો. બફાઈ જાય અને રોલ ઠંડો થાય એટલે ગોળ ગોળ સ્લાઈસ કાપી લો.
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ અને તલ નાંખો. પછી તેમાં પાત્રા નાંખીને હલાવી લો.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ