મિક્સ કઠોળની ખીચડી

#કુકર
ખૂબ જ હેલ્થી રેસીપી છે...કેમ કે આમાં બધી જ જાતના કઠોળ ઉમેરી શકાય છે તેમજ શાકભાજી પણ તમે .મનગમતા ઉમેરી શકો છો.
મિક્સ કઠોળની ખીચડી
#કુકર
ખૂબ જ હેલ્થી રેસીપી છે...કેમ કે આમાં બધી જ જાતના કઠોળ ઉમેરી શકાય છે તેમજ શાકભાજી પણ તમે .મનગમતા ઉમેરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
1કપ મિક્સ કઠોળ જુવાર સહિત લઈ... તેને સારી રીતે ધોઈને 2 કલાક માટે પલાળી રાખો.
- 2
2 કલાક પછી ડુંગળી, બટેટુ અને ટામેટા ને ઝીણા સમારો...
- 3
ગેસ પર પ્રેસર કૂકર મૂકી ગેસ શરૂ કરી 1 ચમચી તેલ નાખો.... હવે તેમાં રાઈ તથા જીરું ઉમેરો..લીમડા ના પાન નાખી રાય ને થવા દો...
- 4
પછી તેમાં ચપટી હિંગ ઉમેરી, ડુંગળી નાખી સાંતળો... હવે બટેટુ અને ટામેટું ઉમેરી સાંતળો...
- 5
મિક્સ કઠોળ ને ઉમેરી બધા મસાલા ઉમેરો... સ્વાદ મુજબ મીઠું, હળદર, ધાણાજીરું, અને મરચું નાખી હલાવો... થોડો ગરમ મસાલો નાખો... હવે તેમાં 4 કપ પાણી નાખી મિક્સ કરો..
- 6
હવે, કૂકર ને બંધ કરી 4 થી 5 સિટી વગાડો.
- 7
કૂકર ઠરે એટલે serving bowl માં કાઢી દહીં સાથે સર્વે કરો.
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ