વિટામિન ખીચડી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ ચોખા
  2. ૧/૨ કપ મોગર દાળ/ પીળી મગની દાળ
  3. ૨ ટેબલ સ્પૂન ઘી
  4. ૧/૨ ટી સ્પૂન જીરું
  5. ટુકડો૧ તજ નો
  6. ૩-૪ લવિંગ
  7. ૨ તજ પત્તા
  8. ૧/૨ કપ રીંગણ ના ટુકડા
  9. ૧/૨ કપ બટાટા નાં ટુકડા
  10. ૧/૨ કપ ડુંગળી ના ટુકડા
  11. ૧/૪ કપ ફણસી ના ટુકડા
  12. ૧/૪ કપ તાજા લીલા વટાણા
  13. ૧/૨ ટી સ્પૂન હળદર
  14. ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
  15. ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  16. મીઠું સ્વાદાનુસાર
  17. ૪ કપ ગરમ પાણી
  18. સાથે પીરસવા માટે:
  19. કઢી
  20. પાપડ
  21. ડુંગળી
  22. અથાણું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને મોગર દાળ ને પાણી થી ધોઈ અને ૨ કલાક પાણી નાખીને પલાળી રાખો.૨ કલાક પછી પાણી નીતરી,દાળ-ચોખા બાજુ મુકાવું. બઘાં શાક સમારી અને તૈયાર રાખો. એક ટોપ મા ૪ કપ પાણી ગરમ કરવા મૂકો.

  2. 2

    નોન સ્ટિક કુકરમાં ઘી ગરમ કરી તેમાં જીરું, તજ-લવિંગ,તજ પત્તા નો વઘાર કરી તેમાં સમારેલા શાકભાજી, હળદર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર,મીઠું સ્વાદાનુસાર ઉમેરીને બરાબર મિક્ષ કરી, મધ્યમ તાપે ૨ -૩ મિનિટ સાંતળો.

  3. 3

    હવે એમાં ચોખા અને મોગર દાળ ઉમેરો અને ૨ મિનિટ સાંતળો.

  4. 4

    હવે એમાં ૪ કપ ગરમ પાણી નાખીને બરાબર મિક્ષ કરી, કુકર નું ઢાંકણ ઢાંકી ને ૪ સીટી વગાડી ખીચડી પકાવો.

  5. 5

    ગરમાગરમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વિટામિન ખીચડી માં ગરમ કરેલું ઘી રેડી, કઢી, પાપડ, ડુંગળી, અથાણું સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes