વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)

#FM સ્વાદિષ્ટ અને હેલ્ધી વેજ બિરયાની જે ઘરના નાના મોટા દરેકને પસંદ આવે છેબિરયાની
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
#FM સ્વાદિષ્ટ અને હેલ્ધી વેજ બિરયાની જે ઘરના નાના મોટા દરેકને પસંદ આવે છેબિરયાની
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈ એક મોટી તપેલીમાં બાફવા તેની અંદર 1 ચમચી જીરૂ,ત્રણથી ચાર લવિંગ, એક ટુકડો તજ,1 તેજ પત્તુ વગેરે ઉમેરો આવી રીત ચોખા બોઇલ કરો સ્વાદ અનુસાર મીઠું ઉમેરો, રાઈસ છુટ્ટા થવા જોઈએ તેનું ધ્યાન રાખવું રાઈસ બફાઈ ગયા પછી એક વાસણમાં કાઢી લો, બે લીંબુ નો રસ અને ખાવા નો કલર ના ઉપયોગથી ચોખા કલર કરો
- 2
ચોખા બાફાય ત્યાં સુધી આપણે વેજીટેબલ ધોઈ સમારી ને રાખવા,આદુ-લસણની પેસ્ટ તૈયાર રાખવી આખો મસાલો પણ એક પ્લેટમાં તૈયાર રાખો
- 3
એક કડાઈમાં કે તપેલીમાં તેલ લેવું 2 વાટકી થોડું ગરમ થાય એટલે એમાં પતલી સમારેલી ડુંગળી તેલમાં મેળવી ગુલાબી રંગની થતાં સુધી થવા દેવી, ડુંગળી ગુલાબી થાય તો એને એક થાળીમાં કાઢી લેવી તે જ ગરમ તેલમાં સમારેલા બટાકા ગુલાબી કરવા તેને પણ એક પ્લેટમાં કાઢી લેવા.
- 4
એક કઢાઈમાં એક ચમચો તેલ અથવા ૧ નાની વાટકી તેલ લેવું તેને ધીમી આંચ પર મૂકો તેમ આંખો મસાલો ઉમેરો એના સાથે અંદર થોડીક ડુંગળી ઉમેરવી સમારેલી, એ થોડીક લાલ ગુલાબી થાય તો એમાં ૧ નાની વાટકી આદુ-લસણની પેસ્ટ ઉમેરવી, સાથે તેમાં લીલા મરચા સમારેલા નાખવા આખા મરચા ના નાખવા હોય તો તેમા (લીલા મરચાની પેસ્ટ ઉમેરવી) તેમાં સમારેલું ટમેટું ઉમેરી થોડું શેકાવા દો, પછી તેમાં બે ચમચી ધાણા પાઉડર, 1 ચમચી સૂકું મરચું,1 ચમચી હળદર,૧ ચમચી ગરમ મસાલો, ૨ ચમચી બિરયાની મસાલો,અને સમારેલા વેજીટેબલ ઉમેરવા,
- 5
બધો મસાલો તૈયાર થાય એટલે તેમાં બે ચમચી ધાણા પાઉડર બે ચમચી સૂકું મરચું 1 ચમચી હળદર ૧ ચમચી ગરમ મસાલો 1 ચમચી બિરયાની મસાલો અને સમારેલા વેજીટેબલ ઉમેરવા અને તેને સરસ મસાલો મિક્સ કરવો 1/2 ગ્લાસ પાણી ઉમેરી બધા શાકને થવા દેવું પાંચ-દસ મિનિટમાં શાક ચડી ગયું કે નહીં તે જતું રહેવું થઈ ગયું હોય અને તેનું પાણી પણ ના હોય અને તેલ ઉપર આવી ગયું હોય તો સમજવું કે આપણું શાક તૈયાર છે
- 6
એક તપેલીમાં એક ચમચી ઘી ઉમેરો તેની ઉપર બફેલા થોડા રાઈસ ની એક લેયર કરવી પછી તેના ઉપર ગુલાબી કરેલી ડુંગળી ગોળ પાથરવી,આપણું તૈયાર થયેલું શાક પાથરવું, તેના ઉપર લીલા ધાણા પાથરવા તેના ઉપર દહીં છાંટવું આવી રીતે આપણી એક લેયર તૈયાર છે આવી જ રીતે બીજી લેયર તૈયાર કરવી લાસ્ટ લેયરમાં રાઈસ ઉપર હશે,તેના ઉપર ગુલાબી કરેલી ડુંગળી લીલા ધાણા થી સજાવટ કરવી
- 7
વેજ બિરયાની ને દમ આપવા માટે તેના ઉપર ૧ નાની વાટકી મુકવી તે વાડકીમાં એક ચમચી ઘી ઉમેરો તેમાં ગરમ કરેલો કોલસો ઉમેરવો અને પેપર થી તપેલીને ઢાંકી મોટી થાળી તપેલી ના ઢાંકણ થી તેને બરાબર ફીટ બંધ કરવું પછી તેના ઉપર કંઈક વજન મૂકવું જેનાથી કોલસાનો ધુઓ બહાર ન આવે પછી તેને દસથી પંદર મિનિટ ધીમી આંચ પર દમ થવા માટે રહેવા દેવું, આપણી ગરમાગરમ બિરયાની સર્વ કરવા માટે તૈયાર છે
- 8
રાયતા માટે ડુંગળી અને કોબીજ અને ટામેટાને આપણે નાના નાના સમારી લઈશું એક તપેલીમાં થોડું તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ ઉમેરી સમારેલું સલાડ ઉમેરીને પાંચ મિનિટ માટે થવા દઈશું પછી ગેસ બંધ કરી તપેલી નીચે ઉતારી તેમાં દહીં ઉમેરવાનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવા નું આપણું રાઇતું સર્વ કરવા માટે તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (6)