સેઝવાન સુરતી લોચો (Schezawan Surati Locho Recipe In Gujarati)
#GA4#Week8
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને ૪ થી ૫ કલાક માટે પલાળી લેવી. એ પલડે એટલે એક વાટકી મા પૌવા પણ ૫ મિનિટ માટે પલાળી લેવા.ત્યાર બાદ મિક્સર જાર મા ચણા ની દાળ,પલાળેલા પૌવા,આદુ મરચા લઈ વતી લેવા.
- 2
એ પીસાય જાય એટલે એને એક વાસણ મા કાઢી લઈ એમાં સ્વાદાનુસાર મીઠું,ચપટી હિંગ,બેસન ઉમેરી હલાવો.ત્યાર બાદ એમાં તેલ અને ઇનો ઉમેરો ને એની ઉપર એક ચમચી જેટલું ગરમ પાણી રેડો.
- 3
આ મિશ્રણ આપડે ઢોકળા ના ખીરા કરતા પાતળું રાખવાનું છે.હવે આ મિશ્રણ ને બાફવા માટે મૂકી દો.લગભગ ૧૫ મિનિટ મા લોચો તૈયાર થઈ જશે.
- 4
લોચો તૈયાર થાય એટલે એના પર સેઝવાન ચટણી કાપેલા કાંદા તેલ અથવા બટર ઉમેરો. ને સેવ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14002999














ટિપ્પણીઓ (2)