લીલી ડુંગળી નું સલાડ(Spring onion salad recipe in Gujarati)

Hiral H. Panchmatiya @cook_23114780
લીલી ડુંગળી નું સલાડ(Spring onion salad recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ૪ થી ૫ નંગ લીલી ડુંગળી લેવાની ત્યારબાદ ચાકા ની મદદથી તેના ફોતરા કાઢી અને પછી તેને ઝીણી ઝીણી સુધારેલી લેવાની
- 2
ડુંગળી સુધાર્યા બાદ એક પેકેટ મસાલાવાળા બી લેવાના ત્યારબાદ આપણે જે બાઉલમાં ડુંગળી સુધારી હતી તેમાં તેને નાખી દેવાના
- 3
બી ઉમેર્યા બાદ તેમાં 1/2ચમચી મરચાની ભૂકી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું ત્યારબાદ એક અડદના પાપડ લેવાનો
- 4
અડદના પાપડ આપણે લીધો હતો તેને શેકી લેવાનો પાપડના શેક્યા બાદ હાથની મદદથી તેનો ભૂકો કરી અને આપે ડુંગળી અને બી નુ સલાડ બનાવ્યું હતું તેમાં ભૂકો કરી અને ઉમેરી દેવા નું ત્યારબાદ તે બધાને ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું તૈયાર છે આપણું આ સ્વાદિષ્ટ લીલી ડુંગળી નું સલાડ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14134653












ટિપ્પણીઓ (8)