ગોળ ના બિસ્કિટ (Jaggery Biscuit Recipe In Gujarati)

Anupama Mahesh @anupama
ગોળ ના બિસ્કિટ (Jaggery Biscuit Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો કઢાઈ માં મીઠુ નાખી ગરમ કરવા મૂકવી.માથે ઢાંકી દેવાનું.ત્યારબાદ ગોળ માં ઘી નાખી થોડું ગરમ કરી લેવાનું ગોળ ગરમ થઈ જાય ત્યાં સુધી જ કરવાનું છે ગોળ ઓગળે ત્યાં સુધી.
- 2
ત્યાર બાદ નીચે ઉતારી ઘઉંના લોટ મા ગોળ નું જે પાણી કર્યું તે નાખવાનું. પછી બેકિંગ સોડા નાખવાના.અને પછી બે થી ત્રણ ચમચી દૂધ નાખી સોફ્ટ લોટ બાંધવાનો.
- 3
લોટ માં થી ગોળ લુવા કરી ઉપર ગમતી ડિઝાઇન કરવાની.પછી તે એક ડિશ માં મૂકવાની અને પછી તે ગરમ કરેલી કઢાઈ મા મૂકી દેવાની. દસ મિનિટ થઈ જાય એટલે ચેક કરવાનું. પછી પાછું ધીમે ગેસે વધુ દસ મિનિટ રાખવાની સાઇડ માં કડક થઈ જાય એટલે ઉતારવાની તૈયાર છે ગોળ વાળા બિસ્કિટ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14309240












ટિપ્પણીઓ (5)